લખપતવાળી ક્રીકમાંથી પાકિસ્તાની માછીમાર ઘૂષણખોર પકડાયો
ભુજ – કચ્છ 14 જુલાઇ (હિં.સ.) : ભારત અને પાકિસ્તાનની સરહદે દલદલવાળી લખપતવાળી ક્રિક સરહદમાંથી અંદાજે 17 વર્ષનો પાકિસ્તાની ઘુસણખોર પકડાયો છે. સુરક્ષા એજન્સીની તપાસમાં વિશેષ વિગતો સામે આવી નથી પરંતુ પાકિસ્તાની માછીમાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડ્ર
લખપતવાળી ક્રીકમાંથી પાકિસ્તાની માછીમાર ઘૂષણખોર પકડાયો


ભુજ – કચ્છ 14 જુલાઇ (હિં.સ.) : ભારત અને પાકિસ્તાનની સરહદે દલદલવાળી લખપતવાળી ક્રિક સરહદમાંથી અંદાજે 17 વર્ષનો પાકિસ્તાની ઘુસણખોર પકડાયો છે. સુરક્ષા એજન્સીની તપાસમાં વિશેષ વિગતો સામે આવી નથી પરંતુ પાકિસ્તાની માછીમાર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ડ્રગ્સનું પેકેટ મળવાનો સિલસિલો જારી રહ્યો છે. અબડાસા તાલુકાની સાંઘી જેટી પાસે આવું એક પેકેટ પકડાયું હતું.

પેટ્રોલિંગ દરમિયાન બીએસએફે પકડ્યો

લખપતવાળી ક્રીકમાંથી આજે એક પાકિસ્તાની ઘૂસણખોરને બી.એસ.એફ.ના જવાનોએ પેટ્રોલિંગ દરમ્યાન ઝડપી લીધો હતો. આ ઘૂસણખોરની સઘન પૂછતાછ જારી હોવાનું માહિતગાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જોકે પ્રાથમિક તબક્કે માછીમાર લાગી રહ્યો છે. અગાઉ માર્ચ માસમાં પણ ભારત-પાકિસ્તાનની સીમા ઓળંગીને પાકિસ્તાની એક કિશોર વયનો યુવક ઘરથી ઝઘડીને છેક ખાવડા બાજુના સોલાર પાર્ક સુધી પહોંચી આવ્યો હતો.

ચરસનું એક પેકેટ બિનવારસુ મળ્યું

વધુમાં, અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફને ચરસનું એક પેકેટ પેટ્રાલિંગ દરમિયાન બિનવારસુ હાલતમાં મળી આવ્યું હતું. બીએસએફની ટીમ પેટ્રાલિંગ દરમિયાન સાંઘી જેટી નજીક આવેલા દરિયાકિનારાની કાદવ- કીચડવાળી જગ્યાએ શંકાસ્પદ પેકેટ મળી આવ્યું હતું, જે પેકેટ પર ભીની માટી અને દરિયાઇ રેતી લાગેલી હતી. માર્કામાં સિંહનું ચિત્ર તથા તેની બન્ને બાજુ ફૂલ જેવી ડિઝાઈન જોવા મળી હતી. બીએસએફ દ્વારા વાયોર પોલીસ સ્ટેશને જમા કરાવવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande