ભેસ્તાનમાં યુવક સાથે કારની ઠગાઈ
સુરત, 14 જુલાઈ (હિ.સ.)- જીયાવ બુડિયા રોડ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવક પાસેથી ભાડેથી બે ગાડી લીધા બાદ છેતરપિંડી કરવામાં આવતા મામલો પોલીસમાં પહોચ્યો છે. જેથી ભોગ બનનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. ભેસ્તાન વિસ્તારમ
ભેસ્તાનમાં યુવક સાથે કારની ઠગાઈ


સુરત, 14 જુલાઈ (હિ.સ.)- જીયાવ બુડિયા રોડ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવક પાસેથી ભાડેથી બે ગાડી લીધા બાદ છેતરપિંડી કરવામાં આવતા મામલો પોલીસમાં પહોચ્યો છે. જેથી ભોગ બનનાર યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

ભેસ્તાન વિસ્તારમાં જીયાવ બુડીયા રોડ પર પ્રિ­યંકા ગોલ્ડ ટાઉનશીપની સામે મલબેરી હેવન ખાતે રહેતા 39 વર્ષીય વિશાલ બાપુલાલ શર્મા ફર્નીચરના કામકાજ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. વિશાલભાઈ પાસેથી એક વર્ષ અગાઉ તેમના જ કોમ્પ્લેક્ષમાં ભાડેથી રહેતા અને એજ બિલ્ડિંગમાં ટ્રાવેલીંગની ઓફિસ ધરાવતા પંકજ લક્ષ્મણદાસ ખત્રીએ ભાડેથી ફેરવવા માટે ફોર્ડ ફીગો અને મારુતિ સ્વીફ્ટ જેવી બે કાર લીધી હતી. શરૂઆતમાં ત્રણેક મહિના સમયસર ભાડુ આપ્યા બાદ પંકજ ભેસ્તાનથી મકાન અને ઓફિસ ખાલી કરી સચીનમાં અભિષેક સોસાયટીમાં રહેવા નાસી ગયો હતો. વિશાલને તેની બંને ગાડીનું ભાડુ આપવાનું બંધ કરી દેવાની સાથે ગાડી પણ પરત નહી આપી છેતરપિંડી કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande