મુંબઈ, નવી દિલ્હી,14 જુલાઈ (હિ.સ.)
મહારાષ્ટ્રમાં મરાઠી-હિન્દી ભાષાના વિવાદને પગલે, વર્લીમાં મનસે વડા રાજ ઠાકરે દ્વારા આપવામાં
આવેલા ભાષણ પર મોટો વિવાદ ઉભો થયો છે. બોમ્બે હાઈકોર્ટના 3 વકીલોએ પોલીસ
મહાનિર્દેશકને ફરિયાદ આપી છે અને એનએસએહેઠળ, કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદમાં
કહેવામાં આવ્યું છે કે,” રાજ ઠાકરેના આ ભાષણથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ થાય તેવી
પરિસ્થિતિ ઊભી થઈ છે.”
બોમ્બે હાઈકોર્ટના વકીલો નિત્યાનંદ શર્મા, પંકજ કુમાર
મિશ્રા અને આશિષ રાયે સંયુક્ત રીતે ફરિયાદ લખી છે. જેમાં રાજ ઠાકરે પર 5 જુલાઈના
રોજ વર્લીમાં ઠાકરે બંધુ વિજયોત્સવ સભા કાર્યક્રમમાં, ભડકાઉ અને દ્વેષપૂર્ણ
નિવેદનો આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, રાજ ઠાકરેએ તેમના
ભાષણમાં સ્થળાંતર કરનારાઓ સામે, આક્રમક વલણ અપનાવ્યું હતું. ફરિયાદમાં કહેવામાં
આવ્યું છે કે,” આ ભાષણ પછી,
વિવિધ
વિસ્તારોમાં મનસેકાર્યકરોએ,
સ્થળાંતર કરનારા નાગરિકો પર મરાઠી ભાષાનો ઉપયોગ કરવા દબાણ કર્યું. ના પાડવા પર, તેમને ધમકી
આપવામાં આવી, દુર્વ્યવહાર
કરવામાં આવ્યો અને કેટલીક જગ્યાએ હુમલાની ઘટનાઓ પણ બની.”
આવી પ્રવૃત્તિઓ રાજ્યમાં સામાજિક સંવાદિતાને જોખમમાં મૂકે
છે અને ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું પણ ઉલ્લંઘન કરે છે.
ફરિયાદ મુજબ, ઉશ્કેરણીજનક ભાષણો આપવાનો કેસ નોંધીને, રાજ ઠાકરે સામે કડક
કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
મનસે કાર્યકરો દ્વારા કરવામાં આવેલા હુમલાની તમામ ઘટનાઓની
તપાસ થવી જોઈએ અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ, 1980 હેઠળ સંબંધિત લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
રાજ્ય સરકારને આવા વિક્ષેપકારક નિવેદનોની, જાહેરમાં નિંદા
કરવાની માંગ કરવામાં આવી છે. જો કે, આ બાબતે મનસે કે રાજ ઠાકરે તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર
પ્રતિક્રિયા આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ