દાંતા તાલુકાની વેકરી પ્રાથમિક શાળામાં, 30 થી વધુ બાળકોને ફૂડ પોઝિશનિંગ ની અસર, એકનું મોત
અંબાજી,14જુલાઈ (હિ. સ)બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વેકરી પ્રાથમિક શાળામાં ગઈકાલે બાળકોને સાંજના સમયે ભોજન આપવામાં આવ્યું હતું જેને લઇ બાળકોને ડાયરિયા અને વોમિટિંગ જેવી અસર થતા ભારે દોડધામ મચી હતી તેને લઇ
Danta na vekari ma food poijaning


Danta na vekari ma food poijaning


અંબાજી,14જુલાઈ

(હિ. સ)બનાસકાંઠા

જિલ્લાના દાંતા તાલુકામાં વેકરી પ્રાથમિક શાળામાં ગઈકાલે બાળકોને સાંજના સમયે ભોજન

આપવામાં આવ્યું હતું જેને લઇ બાળકોને ડાયરિયા અને વોમિટિંગ જેવી અસર થતા ભારે

દોડધામ મચી હતી તેને લઇ શિક્ષકો તેમજ ગામના અન્ય લોકો તાકીદે બાળકોને લઈ માંકડીસામૂહિક આરોગ કેન્દ્રમાં દાખલ

કરવામાં આવ્યા હતા જેમાં 30 ઉપરાંત વિદ્યાર્થીઓને આ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જેમાં એક

વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને રિફર કરવામાં આવ્યા

હતા.

જોકે આ સમગ્ર ઘટના મામલે વાયુવેગે સમાચાર ફેલાતા આજે બપોરે દાંતા પ્રાંત અધિકારી

સિદ્ધિ વર્મા મામલતદાર બી સી બારોટ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કિરણ ગમાર તેમજ

તાલુકા વિકાસ અધિકારી જે ડી રાવલ તાકીદે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની

જાણકારી મેળવી હતી જોકે હજુ કોઈને વધી જરૂરિયાત જણાય તો આગળ મોકલવા પણ જણાવાયું

હતું જોકે હાલ તબક્કે કેટલાક બાળકોને રજા આપવામાં આવી છે ને 15 ઉપરાંત બાળકો હોસ્પિટલમાં દાખલ

હોવાનું જાણવા મળેલ છે મહત્વની બાબત એ છે કે, હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે

ત્યારે શાળાઓમાં ચાલતા મધ્યાન ભોજનમાં ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત જાણી રહી છે

કોઈપણ વસ્તુ વાનગી બનાવતા પહેલા અનાજ કે દાળ સડેલું ન હોય તેની પણ ખાસ તકેદારી

રાખવી જરૂરી બની છેજ્યારે જે વાનગી બનાવતી હોય તે જગ્યા

સાફ સુથરી અને મચ્છર ન આવતા હોય તેવી જગ્યાએ બનાવી જોઈએ જેથી કરીને કોઈ પણજીવજંતુ રાંધેલા વાનગીમાં પડે

નહીં, નહીં તો

જો આ તકેદારી નહીં રાખવામાં આવે તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande