જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના ૨૦ પુલોનું નીરિક્ષણ કરાયું,
ડિઝાઇન સર્કલ અધિકારીઓની ઉપસ્થિતિમાં માઈનોર-મેજર પુલોનું નીરિક્ષણ કરાયું
માઈનોર-મેજર પુલોનું નીરિક્ષણ કરાયું


વેરાવળ, 14 જુલાઈ (હિ.સ.) તાજેતરમાં જ કલેકટર એન.વી. ઉપાધ્યાયે જિલ્લાના વિવિધ પુલની મુલાકાત લઈને પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતની ચકાસણી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.

જે અંતર્ગત તકેદારીના પગલારૂપે માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળ ડિઝાઇન સર્કલ અધિકારીઓની હાજરીમાં, વેરાવળ પેટા વિભાગ હસ્તક આવતા ૨૦ માઇનોર તેમજ મેજર પુલોનું નીરિક્ષણ કરવામાં આવ્યું હતું.

માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં આવેલા વિવિધ માઇનોર તેમજ મેજર બ્રિજની હયાત સ્થિતિને અનુલક્ષીને સર્વે કરવામાં આવ્યો હતો.

પુલોની સ્થિતિનો સર્વે કરાયા બાદ જરૂર જણાય ત્યાં સુધારાત્મક પગલાં લેવા અને જો અતિ જર્જરીત અવસ્થા જણાય તો પુલ પરથી વાહન વ્યવહાર બંધ કરાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande