માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા, ઉના-ગીરગઢડા તાલુકાના વિવિધ માર્ગો પર પેચવર્ક સહિતની કામગીરી કરાઈ
વિવિધ સ્થળોએ જંગલ કટિંગ, પેચવર્ક, શોલ્ડર સ્ટ્રેન્ધનિંગની કામગીરી પ્રગતિ હેઠળ
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ઉના-ગીરગઢડા


ગીર સોમનાથ 14 જુલાઈ (હિ.સ.) કલેકટર એન.વી ઉપાધ્યાયના માર્ગદર્શનમાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ઉના-ગીરગઢડા તાલુકાના વિવિધ માર્ગો પર વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત રસ્તાઓમાં પેચવર્ક સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉના-ગીરગઢડા તાલુકાને જોડતા વિવિધ માર્ગોના રસ્તાઓ જે નુકસાનગ્રસ્ત બન્યાં છે ત્યાં યુદ્ધના ધોરણે વિવિધ સ્થળોએ જંગલ કટિંગ, મેટલ પેચવર્ક, શોલ્ડર સ્ટ્રેન્ધનિંગ કામગીરી કરવામાં આવી રહી છે.

માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેરની દેખરેખ હેઠળ હજુ આગામી દિવસોમાં બાકી રહેતા રસ્તાઓના સમારકામની કામગીરી પણ કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande