ગીર સોમનાથ 14 જુલાઈ (હિ.સ.) પ્રાચી તીર્થ ગામ ખાતે જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઢોલ શરણાઈ અને ભાવિક ભક્તોના ઉત્સાહ થી અક્ષત પુષ્પથી આ દિવ્ય જ્યોતિ કલશ રથયાત્રાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ગામમાંથી બહોળી સંખ્યામાં લોકોએ દર્શન આરતી પૂજન પ્રવચન આશીર્વાદ સહિતના ના કાર્યક્રમનો લોકોએ આસ્થાભેર લાભ લીધો હતો સાથે સાથે દ્વારકેશ હોસ્ટેલ તથા સોમનાથ એકેડેમી તથા પ્રાચી પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ સહિત ગ્રામ્ય લોકોએ આસ્થાભેર જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું તથા આરતી પૂજન પ્રવચન સહિતના કાર્યક્રમોમાં લોકોએ અનેરા ઉત્સાહથી ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ