ગીર સોમનાથ, 14 જુલાઈ (હિ.સ.)
જી.એચ.સી.એલ.ફાઉન્ડેશન ટ્રસ્ટના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં એગ્રીકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત બાગાયતી ફળાઉ રોપાઓનું વિતરણ શરૂ થઈ ગયેલ હોય તો દરેક ખેડુત મિત્રો આ યોજનાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવે છે.
નોંધ*: ૧ હેક્ટર જમીનમાં ૨૦૦ બાગાયતી રોપા મળવાપાત્ર રહેશે.
નોંધ: સંસ્થા આ બાગાયતી રોપાની ઉત્પાદક નથી અન્ય નર્સરી માંથી ખરીદી કરી વિતરણ કરે છે તેથી ગુણવત્તા ને લઈને કોઈ પણ જવાબદારી સંસ્થાની રહશે નહી જેની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી.
દરેક ખાતેદાર ખેડૂત એ નીચે મુજબના ડોક્યુમેન્ટ ફરજીયાત લાવવાના રહેશે.અને સોફ્ટવેરમાં રજીસ્ટ્રેશન ફરજીયાત કરવાનું રહેશે.
નીચે મુજબના ડોક્યુમેન્ટ પૂરતા નહી હોય તો માલ મળવાપાત્ર રહેશ નહીં.જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી.*
(૧)-૭/૧૨/૮અ ની નકલ ઓરિજનલ
(૨)-આધાર કાર્ડની ઝેરોક્ષ
(૩)-રેશન કાર્ડની ઝેરોક્ષ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ