ગીર સોમનાથ, 14 જુલાઈ (હિ.સ.) તાલાલા-ગલીયાવાડ-ખીરધાર રસ્તા પર આવેલ ખીરધાર ગામમાં જવાનો હિરણ નદી પરના બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મૂકવા તથા વૈકલ્પિક રૂટ તરીકે તાલાલા તરફથી આવતા વાહનો માટે તાલાલા-રમળેચી-જેપુર થઈને ખીરધાર તથા વેરાવળ તરફથી આવતા વાહનો માટે ઉમરેઠી–બાકુલા ધણેજ થઈને ખીરધાર આવવા-જવા અંગે કલેક્ટર એન.વી.ઉપાધ્યાય દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
આ જાહેરનામા અનુસાર તા.૧૨/૭/૨૦૨૫થી તાલાલા-ગલીયાવાડ-ખીરધાર રસ્તા પર આવેલ ખીરધાર ગામમાં જવાનો હિરણ નદી પરના બ્રીજ પરથી નીચેના વાહનો પસાર કરવા પર પ્રતિબંધ મુકાયો છે.
તેમજ આ જાહેરનામાથી પ્રતિબંધ ફરમાવેલા વાહનોના વૈકલ્પિક રૂટ તરીકે તાલાલા તરફથી આવતા વાહનો માટે તાલાલા–રમળેચી–જેપુર થઈને ખીરધાર તથા વેરાવળ તરફથી આવતા વાહનો માટે ઉમરેઠી-બાકુલા ધણેજ થઈને ખીરધાર આવવા-જવાનું નક્કી કરાયું છે.
આ પુલ પરથી બાર પેસેન્જરની ક્ષમતાથી ઉપરના મેક્સી કેબ વાહનો તેમજ ૭૫૦૦ કિ.ગ્રાથી વધુ વજન ધરાવતા તમામ વાહનોના પરિવહન પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત, જેમાં વિદ્યાર્થીઓનું પરિવહન થતું હોય તેવા વાહનો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાથી તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ