જૂનાગઢ જિલ્લાના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય વગેરેના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ
જૂનાગઢ 14 જુલાઈ (હિ.સ.) જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારી
જૂનાગઢ જિલ્લાના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાજ્ય વગેરેના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ


જૂનાગઢ 14 જુલાઈ (હિ.સ.) જિલ્લાના રાજ્ય, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિતના ૫૪ બ્રિજની ચકાસણી પૂર્ણ કરવામાં આવી હતી.

જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં પ્રાંત અધિકારી, મામલતદાર શ્રી, તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફ દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ ૫૪ જેટલા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં કેશોદ સબ ડિવિઝન ના ૯ પુલ જેમાં કેશોદ નગરપાલિકા વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર, માંગરોળ ગ્રામ્ય વિસ્તાર, મેંદરડા તાલુકાના આઠ પુલ, વંથલીમાં ૧૨, અને વિસાવદરમાં ૨૫ પુલના ટેકનિકલ પાસાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પુલની છેલ્લી તપાસણીની તારીખ, હાલની સ્થિતિ એ પુલ ‌ફિટ છે કે અનફિટ ,સામાન્ય મરામત કે વિશેષ મરામત ની જરૂરિયાત છે ‌ એ તમામ બાબતની ચકાસણી કરવામાં આવી હતી.

આ ટેકનિકલ સર્વે બાદ પુલ જર્જરીત જણાયે મરામત કરાવવામાં આવશે તેમજ ભય જનક પુલ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા માટે ડાયવર્ઝન રુટ જાહેર કરવામાં આવનાર છે. તેમજ આગામી દિવસોમાં બાકી રહેતા પુલ,બ્રિજની તપાસણી પણ હાથ ધરવામાં આવનાર છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande