માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા, જૂનાગઢના વડાલ થી સારણકુવા જતા રોડમાં મેટલ પેચની કામગીરી પ્રગતિ હેઠળ
જૂનાગઢ 14 જુલાઈ (હિ.સ.) માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જૂનાગઢ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓ જે નુકસાનગ્રસ્ત થયા બન્યા છે ત્યાં યુદ્ધના ધોરણે મેટલ પેચ વર્કની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં વડાલ થી સારણકુવા જતા રોડમાં મેટલ પેચની ક
રોડમાં મેટલ પેચ ની કામગીરી પ્રગતિ હેઠળ


જૂનાગઢ 14 જુલાઈ (હિ.સ.) માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા જૂનાગઢ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓ જે નુકસાનગ્રસ્ત થયા બન્યા છે ત્યાં યુદ્ધના ધોરણે મેટલ પેચ વર્કની કામગીરી કરવામાં આવી રહી છે.

હાલમાં વડાલ થી સારણકુવા જતા રોડમાં મેટલ પેચની કામગીરી પ્રગતિ હેઠળ છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ જૂનાગઢ હેઠળના માર્ગ અને મકાન પેટા વિભાગ ૧ હસ્તકના જૂનાગઢ તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તાઓ ઉપર મેટલ પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૨ રોડમાં મેટલ પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વધાવી ખલીલપુર રોડ, તેમજ વડાલ કેરાલા રોડ પર મેટલ પેચ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.તેમજ હાલ બે રોડ ઉપર મેટલ પેચવર્ક કરવાની કામગીરી શરૂ છે. આવનાર દિવસોમાં બાકી રહેતા રોડ પર જરૂર જણાયે રસ્તાઓના સમારકામ ની કામગીરી કરવામાં આવનાર છે.

આ સમગ્ર કામગીરી માર્ગ અને મકાન પંચાયત જૂનાગઢ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી, તેમજ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ એક જૂનાગઢના નાયબ કાર્યપાલક ઇજનેર ની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande