જુનાગઢ, 14 જુલાઈ (હિ.સ.) બોડકા ગામથી ભાટિયા ગામ તરફ જતા રસ્તામાં ભાટિયા ગામ પાસે આવેલ પુલ જર્જરીત અને જૂનો હોય જાહેર સલામતી અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જૂનાગઢ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ કે.બી .પટેલ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
મોટા કાજલીયાડા -બંધડા- બોડકા- ભાટિયા રોડ પર બોડકા ગામ થી ભાટીયા ગામ તરફ જતા રસ્તામાં ભાટિયા ગામ પાસે આવેલ બ્રિજ તમામ પ્રકારના ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે.આ રસ્તો બ્રિજ -બંધ થવાથી વૈકલ્પિક રસ્તા તરીકે મોટા કાજલીયાળા - થાણા પીપળી- ભાટીયા રોડનો ઉપયોગ કરવાનો રહેશે.
આ જાહેરનામું તાત્કાલિક અસરથી તારીખ ૯/૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ