જુનાગઢની કોલેજમાં, ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ 14 જુલાઈ (હિ.સ.) જૂનાગઢની ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતો જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણનું, સ્વાગત શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું સ્વાગત અને ગુરુપૂર્ણિ
જુનાગઢની કોલેજમાં, ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


જુનાગઢ 14 જુલાઈ (હિ.સ.) જૂનાગઢની ઘોડાસરા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતો જેમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો પ્રતાપસિંહ ચૌહાણનું, સ્વાગત શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનું સ્વાગત અને ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુપૂજન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમોના અધ્યક્ષ સ્થાને ઉદ્યોધન કરતા કુલપતિ એ પટેલ કેળવણી મંડળ સાથેના પોતાના જૂના સ્મરણો વાગોળ્યા હતા અને આ ઉપરાંત સંસ્થા ના શિક્ષણ શિષ્ઠ વ્યવસ્થા શૈક્ષણિક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓની નોંધ લીધી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande