ભુજ – કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : દારૂ સહિતની નશીલા પદાર્થોની હેરફેર અટકાવવા કાર્યરત પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વધુ એક ગણનાપાત્ર કેસ પકડવામાં આવ્યો છે. સર્વેલન્સની કામગીરી હેઠળ ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાંથી રૂપિયા 2,99,100ના જથ્થા સહિત કુલ 5,97,200ની કિંમતનો મુદ્દામાલ ઝડપીને બે આરોપીને પણ જબ્બે કર્યા છે. એક આરોપી વોન્ટેડ બતાવાયો છે.
કારમાં જતા શખ્સોની પૂછપરછમાં નામ ખૂલ્યુંપોલીસમાં નોંધાયેલી વિગતો અનુસાર, પોલીસ ટુકડી મીઠીરોહર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અલ્ટો કારની ચકાસણી કરી હતી. કારમાં જઇ રહેલા બે શખ્સની પૂછપરછ કરતાં વિદેશી દારૂ લીસ્ટેડ બૂટલેગર મનુભા વિઠુભા વાઘેલાનો હોવાનું જણાવ્યું હતું.
પડાણાના બે યુવાનોને પકડાયાકારમાંથી વિનય ઉર્ફે વિનોદ રામાભાઇ કોલી, પડાણા અને સુરેશ રામાભાઇ કોલી, પડાણાને પકડીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ દારૂ લીસ્ટેડ બુટલેટર દ્વારા મગાવાયો હોવાથી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.
ભારતીય બનાવટનો વિદેશી જથ્થો જપ્તદારૂના જથ્થામાં ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની 212 નંગ બોટલ જેની કિંમત 2,99,100 અંકારવામાં આવી છે. આ ઉપરાંત બીયરના 355 ટીન, રૂપિયા 78,100, મોબાઇલ ફોન રૂપિયા 20000 અને અલ્ટોકાર રૂપિયા 2 લાખનો સમાવેશ થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA