લાખોની લોનનું કૌભાંડ : 9 ગ્રાહકો સાથે 18.12 લાખની છેતરપિંડી
સુરત, 14 જુલાઈ (હિ.સ.)- લિંબાયત વિસ્તારમાં આવેલ મહાવીર મોબાઈલ નામની દુકાનના કર્મચારીએ દુકાનમાં આવતા ગ્રાહકો પૈસા નવ જેયલા ગ્રાહકોના ફોટા અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી તેમની જાણ બહાર બારોબાર બેન્કમાંથી લોન મેળવી રૂપિયા 18.12 લાખની છેતરપિંડી કરી હોવાનો ક
લાખોની લોનનું કૌભાંડ : 9 ગ્રાહકો સાથે 18.12 લાખની છેતરપિંડી


સુરત, 14 જુલાઈ (હિ.સ.)- લિંબાયત વિસ્તારમાં આવેલ મહાવીર મોબાઈલ નામની દુકાનના કર્મચારીએ દુકાનમાં આવતા ગ્રાહકો પૈસા નવ જેયલા ગ્રાહકોના ફોટા અને ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી તેમની જાણ બહાર બારોબાર બેન્કમાંથી લોન મેળવી રૂપિયા 18.12 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બનાવ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ લિંબાયત, આર.ડી. ફાટક પાસે, રામેશ્વર નગર ખાતે રહેતા અને હીરાની મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ સંતોષભાઈ બૈસાણે (ઉ.વ.26)એ ગતરોજ લિંબાયત, મહાપ્રભુનગર સર્કલ પાસે તેમજ હરિઓમ સર્કલ પાસે આવેલ મહાવીર મોબાઈલ નામની દુકાનના વીવો કંપની દ્વારા નોકરી ઉપર રાખવામાં આવેલ પ્રકાશ શ્યામલાલ જોષી (રહે, ક્રિષ્ના રેસીડેન્સી, અટોદરા ચોકડી, ઓલપાડ) સામે ફરિયાદ નોધાવી હતી.

જેમાં તેઓએ જણાવ્યું હતુ કે આરોપી પ્રકાશચંદ્ર જોષીએ તેમની પાસેથી ફોટા અને ડોક્યુમેન્ટ લઈ તેમના નામે એચડીએફસી બેન્ક અને બજાજ ફાયનાન્સમાંથી રૂપિયા 5,97,314ની લોન લીધી હતી. જેમાંથી રાહુલને 65,849 આપી બાકીના રૂપિયા 5,28,465 તેમજ દુકાનમાં આવતા અન્ય લોકો પાસેથી લીધેલા તેમના ફોટા સહિતના ડોક્યુમેન્ટના આધારે તેમની જાણ બહાર અલગ અલગ રકમોની કુલ 12,85,878 લઈ કોઈ ગ્રાહકોને લોનના પૈસા આપ્યા ન હતા. આ રીતે પ્રકાશïચંદ્ર જોષીએ કુલ નવ લોકોના નામે કુલ રૂપિયા 18,14,343 ની લોન લઈ તેના પૈસા પોતાના આર્થિક ફાયદાઓ માટે ઉપયોગમાં લઈ છેતરપિંડી કરી હતી. લિંબાયત પોલીસે રાહુલ બેસાણેની ફરિયાદને આધારે પ્રકાશચંદ્ર જોષી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande