ધારાસભ્ય મોઢવાડીયાએ લોકોના પ્રશ્નો સંભળિયા
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા, તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી પણ ઉપસ્થિત હત
ધારાસભ્ય મોઢવાડીયાએ લોકોના પ્રશ્નો સંભળિયા.


ધારાસભ્ય મોઢવાડીયાએ લોકોના પ્રશ્નો સંભળિયા.


ધારાસભ્ય મોઢવાડીયાએ લોકોના પ્રશ્નો સંભળિયા.


ધારાસભ્ય મોઢવાડીયાએ લોકોના પ્રશ્નો સંભળિયા.


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા દ્વારા પોરબંદર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળ્યા હતા, તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી પણ ઉપસ્થિત હતા લોકો ની રજૂઆતોના સંતોષકારક ઉકેલ માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

પોરબંદર વિધાનસભા વિસ્તારના નાગરિકોના પ્રશ્નો અને રજુઆતો સાંભળવા માટે આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઓપન સેશનનું આયોજન કરાયું હતું. જેમાં પોરબંદર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાની સમસ્યાઓ અંગેની રજુઆતો મળી છે તેનો ઝડપથી ઉકેલ આવે તે માટે સબંધિત વિભાગોને સુચના આપવામાં આવી છે.નાગરિકો એ મુખ્યત્વે વીજળી ને લગતી સમસ્યા,સફાઈ, પાણી ભરાવાની સમસ્યા, સ્ટ્રીટ લાઇટ ને લગતી સમસ્યા, ભૂગર્ભ ગટર, પીવાના પાણી ને લગતી સમસ્યાઓ રજૂ કરી હતી, આ તમામ સમસ્યાઓ ના ઉકેલ માટે ધારાસભ્ય દ્વારા લગતા વળગતા અધિકારીઓ ને સૂચના આપી ને ત્વરિત નિકાલ કરવા જણાવ્યું છે.ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા એ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી પીવાના પાણી ની સમસ્યા છે તે માટે 108 કરોડ રૂપિયા ની યોજના મંજૂર થવાના તબક્કા માં છે તેમજ ખાપટ વિસ્તાર ની ભૂગર્ભ ગટર નું કામ 85 થી 90 ટકા પૂર્ણ થય ગયું છે, બાકીનું કામ દિવાળી પછી પૂર્ણ થય જશે ત્યારબાદ રોડ રસ્તા ના કામો પણ આ વિસ્તાર માં થઈ જશે જેમાં રાજીવ નગર અને ધરમપુર નો પણ સમાવેશ થાય જાય છે. તેમજ જે વિસ્તાર માં ભૂગર્ભ ગટર કામ શરૂ થવાનું બાકી છે તેનો સર્વે શરૂ થઈ ગયો છે અને ટૂંક સમયમાં ફેઝ-2 અંતર્ગત કામ હાથ ધરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande