ઉજ્જૈન (મધ્યપ્રદેશ), નવી દિલ્હી,14 જુલાઈ (હિ.સ.) 12
જ્યોતિર્લિંગોમાંના એક, વિશ્વ પ્રસિદ્ધ
શ્રી મહાકાલેશ્વર મંદિરમાં (13 જુલાઈ સુધી) 11 લાખથી વધુ ભક્તો પહોંચ્યા. આ સમયગાળા દરમિયાન, સવારે 6 વાગ્યાથી, રાત્રે કપાટ બંધ થવા સુધી, કુલ 11,૦6,
27૦ ભક્તોએ ભગવાન મહાકાલેશ્વરના દર્શન કર્યા. ઉપરાંત, લગભગ 26,996 ભક્તોએ, ભસ્મ આરતીના દર્શન કર્યા.
આ માહિતી શ્રી
મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિના સંચાલક અને અધિક કલેક્ટર પ્રથમ કૌશિક દ્વારા
આપવામાં આવી હતી.
તેમણે કહ્યું કે,” શ્રી મહાકાલેશ્વર ભગવાનની ભસ્મ આરતીના
દર્શન કરવા માટે, શ્રી મહાકાલેશ્વર મંદિર વ્યવસ્થાપન સમિતિએ સરળ દર્શનની વ્યવસ્થા
કરી છે.”
કૌશિકે જણાવ્યું કે,” દર્શનતથા અન્ય માહિતી અને ફરિયાદો માટે, શ્રી
મહાકાલેશ્વર મંદિરના ટોલ ફ્રી નંબર 18002331008 પર સંપર્ક પણ કરી શકાય છે.”
હિન્દુસ્થાન સમાચાર / લલિત જ્વેલ / ડો. મયંક ચતુર્વેદી /
મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ