પાટણમાં નવો આરસીસી રોડ તૂટી પડ્યો, લોકોને ભ્રષ્ટાચારની શંકા
પાટણ, 14 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં બગવાડાથી બળીયા હનુમાન થઈ જલારામ ચોક સુધીના આરસીસી રોડની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલો આ રોડ માત્ર ત્રણ મહિનાની અંદર જ ખસ્તાહાલ બની ગયો છે. રોડના કપચા ઉખડી ગયા છે અને મોટા ખાડા
પાટણમાં નવો આરસીસી રોડ તૂટી પડ્યો, લોકોનેભ્રષ્ટાચારની શંકા


પાટણ, 14 જુલાઈ (હિ.સ.)પાટણ શહેરમાં બગવાડાથી બળીયા હનુમાન થઈ જલારામ ચોક સુધીના આરસીસી રોડની સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે. નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલો આ રોડ માત્ર ત્રણ મહિનાની અંદર જ ખસ્તાહાલ બની ગયો છે. રોડના કપચા ઉખડી ગયા છે અને મોટા ખાડાઓ ઊંડા થઈ ગયા છે.

આજની સ્થિતિમાં રાહદારીઓ, વાહનચાલકો અને વિદ્યાર્થીઓને રાહદારી દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રોડના ધસતા ધોરણે સામાન્ય જનતાની સુરક્ષા અને રોજિંદી અવરજવરમાં વ્યાપક અસર પડી રહી છે.

સ્થાનિક લોકોને આ રસ્તા નિર્માણમાં ગંભીર ભ્રષ્ટાચારની શંકા છે અને તેઓએ તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા ભરવા અને ગુણવત્તાસભર નવા રોડનું તાત્કાલિક નિર્માણ કરવાની લોકોની સ્પષ્ટ માંગણી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande