મુખ્ય ઇમામે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી
-મુખ્ય ઇમામ ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસી, જલાભિષેક યાત્રા દરમિયાન નૂહ પહોંચ્યા નૂહ,નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી પણ નલહદેશ્વર મંદિરમાં, જલાભિષેક યાત્રા દરમિયાન નૂહ પહો
મુખ્ય ઇમામે, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી


-મુખ્ય ઇમામ ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસી, જલાભિષેક યાત્રા દરમિયાન

નૂહ પહોંચ્યા

નૂહ,નવી દિલ્હી,

14 જુલાઈ (હિ.સ.) ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી

પણ નલહદેશ્વર મંદિરમાં, જલાભિષેક યાત્રા દરમિયાન નૂહ પહોંચ્યા છે. સોમવારે સંગઠનના

મુખ્ય ઇમામ ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસીએ ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી

હતી. જલાભિષેક યાત્રાને ધ્યાનમાં રાખીને, જિલ્લા વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે અને

વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું છે.

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે, બ્રજ મંડળ

જલાભિષેક યાત્રા હર હર મહાદેવના નારા સાથે શરૂ થઈ હતી. જલાભિષેક માટે મોટી

સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. આ બ્રજ મંડળ યાત્રા ફિરોઝપુર ઝીરકા મહાદેવ

મંદિરમાંથી પસાર થશે અને શિંકર ગામના શ્રૃંગેશ્વર મહાદેવ મંદિરમાં સમાપ્ત થશે. આજે

જલાભિષેક યાત્રા દરમિયાન,

ઓલ ઇન્ડિયા ઇમામ

ઓર્ગેનાઇઝેશનના મુખ્ય ઇમામ ડૉ. ઉમર અહેમદ ઇલ્યાસી પણ નૂહ પહોંચ્યા છે. અહીં તેમણે

ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગ કરી અને કહ્યું કે આપણા બધાનું જીવન

ગાયમાં રહેલું છે.

બ્રજ મંડળ યાત્રા શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં

યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્રે વિસ્તૃત તૈયારીઓ કરી છે. દરેક ચોક પર ભારે

પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તાર પર ડ્રોનથી પણ નજર રાખવામાં આવી

રહી છે. ગયા વર્ષની જેમ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વખતે પોલીસે કડક

સુરક્ષા વ્યવસ્થા કરી છે. સાવચેતીના પગલા તરીકે, જિલ્લા વહીવટીતંત્રે 24 કલાક માટે

ઇન્ટરનેટ બંધ કરી દીધું છે. આ ઉપરાંત, વિસ્તારની સરકારી અને ખાનગી શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી

છે. મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના આદેશ બાદ, વહીવટીતંત્રે યાત્રા રૂટ પર માંસની દુકાનો પણ બંધ કરાવી

દીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / ઈશ્વર / સંજીવ શર્મા / સુનિલ સક્સેના

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande