પાટણ, 14 જુલાઈ (હિ.સ.) પાટણ સ્વામી પરિવાર દ્વારા કુળદેવી સમેળા માતાની જન્મ જયંતિ 31 જુલાઈએ ઉજવાશે. આ પ્રસંગ માટે રવિવારે નરસિંહજી ભગવાનના મંદિર પરિસરમાં પરિવારના સભ્યોની બેઠક મળી હતી, જેમાં ઉજવણી માટેની પૂર્વ તૈયારીની ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉછામણી કરવામાં આવી હતી. તેમાં પાલખી યાત્રા, હવન-યજ્ઞ, ધજાદંડ અને મહા આરતી જેવા મહત્વપૂર્ણ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. સ્વામી પરિવારના સભ્યોએ આ પ્રસંગમાં યજમાન બનવાનો લાભ પણ લીધો હતો.
આ મહત્વપૂર્ણ બેઠકમાં પરિવારના પ્રમુખ શાંતિભાઈ સ્વામીની ઉપસ્થિતિ રહી હતી. સાથે કમલેશ સ્વામી, યશપાલ સ્વામી, મણીભાઈ સ્વામી, ખન્નાભાઈ સ્વામી, નવીનભાઈ સ્વામી, વિજયભાઈ સ્વામી, મહેશભાઈ સ્વામી, સંજયભાઈ સ્વામી, ચેતનભાઇ સ્વામી, ઈશ્વરભાઈ સ્વામી, કનુભાઈ સ્વામી અને દેવાભાઈ સ્વામી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર