પ્રધાનમંત્રીએ, અભિનેત્રી સરોજા દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે તમિલ સિનેમાના દિગ્ગજ અભિનેત્રી બી. સરોજા દેવીના નિધન પર ઊંડી શોક વ્યક્ત કરી. મોદીએ કહ્યું કે,” તેમને ભારતીય સિનેમા અને સંસ્કૃતિના એક અનુકરણીય પ્રતિક તરીકે યાદ
પ્રધાનમંત્રીએ, અભિનેત્રી સરોજા દેવીના નિધન પર શોક વ્યક્ત કર્યો


નવી દિલ્હી, 14 જુલાઈ (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે તમિલ

સિનેમાના દિગ્ગજ અભિનેત્રી બી. સરોજા દેવીના નિધન પર ઊંડી શોક વ્યક્ત કરી. મોદીએ

કહ્યું કે,” તેમને ભારતીય સિનેમા અને સંસ્કૃતિના એક અનુકરણીય પ્રતિક તરીકે યાદ

કરવામાં આવશે. તેમના વૈવિધ્યસભર અભિનયથી પેઢીઓ પર અમીટ છાપ પડી છે. વિવિધ ભાષાઓ

અને વિવિધ વિષયો પર આધારિત તેમના કાર્યો તેમની વૈવિધ્યસભર પ્રતિભાને ઉજાગર કરે છે.”

પ્રધાનમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું, પ્રસિદ્ધ ફિલ્મ

વ્યક્તિત્વ બી. સરોજા દેવીજીના નિધનથી હું દુઃખી છું. તેમને ભારતીય સિનેમા અને

સંસ્કૃતિના એક અનુકરણીય પ્રતિક તરીકે યાદ કરવામાં આવશે. તેમના વૈવિધ્યસભર અભિનયથી

પેઢીઓ પર અમીટ છાપ પડી છે. વિવિધ ભાષાઓ અને વિવિધ વિષયો પર આધારિત તેમના કાર્યો

તેમની વૈવિધ્યસભર પ્રતિભાને ઉજાગર કરે છે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી

સંવેદના.

ઉલ્લેખનીય છે કે, સરોજા દેવીનું સોમવારે બેંગલુરુના

મલ્લેશ્વરમ ખાતેના તેમના નિવાસસ્થાને અવસાન થયું. તેઓ 87 વર્ષના હતા.

પદ્મ ભૂષણથી શણગારેલા સરોજા દેવીએ તેમના સાત દાયકા લાંબા ફિલ્મી કારકિર્દીમાં 200 થી વધુ

ફિલ્મોમાં કામ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande