કચ્છમાં તંત્રે ‘રસ્તો કાઢ્યો’: 15 માર્ગની કરાઇ સુધારણા
ભુજ - કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ, નખત્રાણા, અબડાસા, અંજાર, માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવેલા કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓવરટોપિંગ થવાથી ભારે નુકસાન થયું હતું તથા રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બંધ થતાં જ કચ્છના
કચ્છના પંચાયત હસ્તકના વિવિધ માર્ગોની સુધારણા કરાઇ


ભુજ - કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ, નખત્રાણા, અબડાસા, અંજાર, માંડવી અને મુન્દ્રા તાલુકામાં આવેલા કેટલાક રસ્તાઓ પરથી પાણી ઓવરટોપિંગ થવાથી ભારે નુકસાન થયું હતું તથા રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. વરસાદ બંધ થતાં જ કચ્છના માર્ગ અને મકાન વિભાગે જાણે રસ્તો કાઢ્યો હોય તેમ રસ્તાની સુધારણા શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 15 રસ્તાનું હંગામી સમારકામ કરાયું છે. ખાસ કરીને પેચવર્ક, મેટલિંગ વગેરે કામગીરી કરીને રસ્તાઓને મોટરેબલ બનાવવામાં આવ્યા છે.

આ રસ્તાઓમાં કરાઇ હંગામી સુધારણા

સમારીત કરાયેલા રસ્તાઓમાં અંજાર કોર્ટથી એનએચ સુધીનો રોડ, એસ.એચ. થી બારોઇ રોડ, બાયઠ રતાડીયા શેરડી આસંબીયા રોડ, ડોણ રાજડા રતાડીયા રોડ, ગોણીયાસર વાંઢ રોડ, ગુંદાલા રતાડીયા રોડ, નાના કપાયા એપ્રોચ રોડ, પૈયા મોતીચૂર રોડ, કોટડા રોહા રોડ, તલ લૈયારી રોડ, નવી મંજલ મંગવાણા રોડ, કોઠારા એપ્રોચ રોડ, મોથાળા એપ્રોચ રોડ, રેહા ભારાપર નારાયણ પર મેઘપર રોડ તથા કોડકી ફોટડી રોડ યુદ્ધના ધોરણે સમારકામ કરી પૂર્વવત કરાયા હતા.

અધિકારીઓની સીધી દેખરેખ

આ સમારકામની સમગ્ર કામગીરી આર.એન્ડ બી. પંચાયતના કાર્યપાલક ઇજનેર અને સંબંધિત પેટાવિભાગના ના.કા.ઇ. ની દેખરેખ હેઠળ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande