પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના કમલાબાગ પોલીસે સ્ટેશનાના એટ્રોસીટીના કેસમાં ચાર વર્ષથી પોલીસને હાથતાળી આપતા શખ્સને ઝડપી લેતમાં સફળતા મળી છે. પોરબંદરના જુના કુંભારવાડા વિસ્તારમા હલીમા મસ્જીદ પાસે રહેતા જુનેદ ઉર્ફે ગુડો કાસમભાઈ બાબી નામના શખ્સ સામે એટ્રોસીટી એકટની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. ત્યારથી આ શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો.
આ શખ્સ રેલવે સ્ટેશન રોડ પર ઉભો છે તેવી બાતમી કમલાબાગ પોલીસને મળી હતી, જેના આધારે પોલીસ તુરંત દોડી ગઈ હતી અને આરોપીને ઝડપી લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya