સુરત, 14 જુલાઈ (હિ.સ.)- શહેરના પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આવેલ એક કંપનીમાં કામ કરતાં વીધર્મી યુવકે તેની સાથે જ કંપનીમાં કામ કરતી યુવતી પર દાનત બગાડી હતી. વિધર્મી યુવકે પહેલા મિત્રતા કરી વાતો કરી હતી પરંતુ બાદમાં યુવતીને તેમની વર્તણુક યોગ્ય ન લાગતા એક સપ્તાહમાં જ મિત્રતા રાખવા માટે ના પાડી દીધી હતી. પરંતુ વીધર્મી યુવકે તેને અવારનવાર ફોન મેસેજ કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું. આ દરમિયાન વીધર્મી યુવકે મળવા માટે દબાણ કરતાં યુવતીએ હા પાડી હતી. જેથી બાદમાં તકનો લાભ ઉઠાવી વીધર્મી યુવકે યુવતીની સાથે શારીરિક અડપલાં કરી છેડતી કરી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ આ મામલે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઉમરા વિસ્તારમાં આવેલ એક કંપનીમાં કામ કરતા મોહમ્મદ રાજ મોહમ્મદ ઇદ્રીશ નામના યુવકે તેની સાથે કામ કરતી હિન્દુ યુવતી સાથે મિત્રતા કરી હતી. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને એકબીજાને મોબાઈલ નંબરની આપ લે પણ કરી હતી. પરંતુ એક સપ્તાહ સુધી વાત કર્યા બાદ યુવતીને તેમની સાથે મિત્રતા યોગ્ય ન લાગતાં તેમણે મોહમ્મદ રાજને આગળ મિત્રતા રાખવા માટે ના પાડી દીધી હતી. પરંતુ ત્યારબાદ પણ મોહમ્મદ રાજે અવારનવાર ફોન મેસેજ કરી તેમને વાત કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ યુવતીએ ના પાડી છતાં મોહમ્મદ રાજે એકવાર મળવા માટે જણાવ્યું હતું. જેથી યુવતી મળવા માટે જતા મોહમ્મદ રાજે બળજબરી કરી તેનો હાથ પકડી લઈ શારીરિક અડપલાં કર્યા હતા. જેથી આખરે યુવતી તેને ધક્કો મારી ત્યાંથી નીકળી ગઈ હતી. બાદમાં પણ મોહમ્મદ રાજે તેને ફોન કરી એલ ફેલ ગાળો આપી સંબંધ નહીં રાખે તો ધમકી આપી હતી. જેથી આખરે યુવતીએ તમામે ઉમરા પોલીસ વખતમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતીનો ગુનો દાખલ કરી હોય તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે