ભાવનગર ખાતે બનેલ કેબલ સ્ટેઈડ બ્રીજનું કાર્યપાલક ઇજનેર (મા. અને મ.) વિભાગ તથા ટીમનેે સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું
ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનેલ કેબલ સ્ટેઈડ બ્રીજના કાર્યની સમીક્ષા અને ગુણવત્તા ચકાસણીના હેતુથી કાર્યપાલક ઇજનેર (માર્ગ અને મકાન વિભાગ) તથા તેમની સમગ્ર ટેક્નિકલ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ યોજાયું હતું. સ્થળ નિ
ભાવનગર ખાતે બનેલ કેબલ સ્ટેઈડ બ્રીજનું કાર્યપાલક ઇજનેરશ્રી (મા. અને મ.) વિભાગ તથા ટીમનેે સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.


ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) : ભાવનગર શહેરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનેલ કેબલ સ્ટેઈડ બ્રીજના કાર્યની સમીક્ષા અને ગુણવત્તા ચકાસણીના હેતુથી કાર્યપાલક ઇજનેર (માર્ગ અને મકાન વિભાગ) તથા તેમની સમગ્ર ટેક્નિકલ ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ યોજાયું હતું. સ્થળ નિરીક્ષણ દરમિયાન બ્રીજના દરેક કામગીરીના માપદંડોનું વિસતૃત રીતે અવલોકન કરવામાં આવ્યું હતું.

ઇજનેરઓએ બ્રીજના સ્ટ્રક્ચરલ ભાગો, કેબલ્સની મજબૂતી, પ્લેટફોર્મની સપાટી, ડ્રેનેજ સિસ્ટમ અને વિજળી સંબંધિત સુવિધાઓ સહિત તમામ સુત્રોને સાથે જ કામગીરીની ગુણવત્તા અને સલામતીના ધોરણોને ધ્યાનમાં રાખીને અમલ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. સ્થળ પર હાજર કોન્ટ્રાક્ટર કંપનીના પ્રતિનિધિઓ તથા સલાહકાર એજન્સીના નિષ્ણાતો સાથે તાલમેલ કરી જરૂરી ટેકનિકલ ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યપાલક ઇજનેરએ નિરીક્ષણ દરમિયાન બ્રીજના તમામ કામગીરીને નિયત સમયમર્યાદા માટે પૂર્ણ કરવાની સૂચનાઓ આપી અને જાહેર જનતાના ઉપયોગ માટે બ્રીજ ઝડપી ખુલ્લો મુકવો એ આશય વ્યકત કર્યો હતો. સાથે જ તમામ કામગીરીમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની સમજોતાની આશંકા ન રહે તેવા પણ સ્પષ્ટ આદેશ આપ્યા હતા. અંતે, ભાવનગર માટે આ કેબલ સ્ટેઈડ બ્રીજ નવો માઇલસ્ટોન સાબિત થશે તેવા આશાવાદ સાથે નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande