રાજકોટ, 14 જુલાઈ (હિ.સ.) માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રેરણાથી શરૂ થયેલ ‘એક પેડ માં કે નામ 2.0’ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાના રફાળેશ્વર પાંજરાપોળ ખાતે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની વિશેષ હાજરી નોંધાઈ હતી. ચંદુભાઈ શિહોરા તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ જાતના વૃક્ષોના રોપાઓનું રોપણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને સંસ્થાના કાર્યકરોએ ‘એક પેડ માં કે નામ’ તરીકે વૃક્ષ વાવવા માટે પ્રેરણા આપી હતી. ચંદુભાઈ શિહોરા એ જણાવ્યું કે આજે જમાનાની જરૂરિયાત પ્રમાણે વૃક્ષારોપણ એ શ્રેષ્ઠ સેવા સમાન છે. પ્રકૃતિના રક્ષણ માટે દરેક નાગરિકે પોતાના જીવનમાં ઓછામાં ઓછી એક વૃક્ષ માની માટે વાવવું જોઈએ તેવો અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહેમાનો અને કાર્યકરો દ્વારા વૃક્ષોના મહત્વ અંગે વ્યક્તવ્યો આપવામાં આવ્યા હતા તથા લોકોમાં જાગૃતિ ફેલાવવાના સંકલ્પો લેવામાં આવ્યા હતા. પાંજરાપોળ સંસ્થા દ્વારા આવનારા સમયમાં વધુ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવાનો પણ સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek