સરદારધામ યુવા સંગઠન દ્વારા, અંકલેશ્વર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો
સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરીયાએ કર્યો સંવાદ યુવાનો માટે અને યુવાનો સાથે છે સરદારધામ તેમનામાં છે ભરપૂર કૌશલ્ય અને આશાવાદ ગગજી સુતરીયા સરદારધામ યુવા સાહસિકો માટે વૈશ્વિક કક્ષાએ કામ કરતી સંસ્થા છે ભરૂચ 14 જુલાઈ
સરદારધામ યુવા સંગઠન દ્વારા અંકલેશ્વર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો


સરદારધામ યુવા સંગઠન દ્વારા અંકલેશ્વર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો


સરદારધામ યુવા સંગઠન દ્વારા અંકલેશ્વર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો


સરદારધામ યુવા સંગઠન દ્વારા અંકલેશ્વર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો


સરદારધામ યુવા સંગઠન દ્વારા અંકલેશ્વર ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો


સરદારધામ પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરીયાએ કર્યો સંવાદ

યુવાનો માટે અને યુવાનો સાથે છે સરદારધામ તેમનામાં છે ભરપૂર કૌશલ્ય અને આશાવાદ ગગજી સુતરીયા

સરદારધામ યુવા સાહસિકો માટે વૈશ્વિક કક્ષાએ કામ કરતી સંસ્થા છે

ભરૂચ 14 જુલાઈ (હિ.સ.)

સરદારધામ મધ્ય ગુજરાત યુવા સંગઠન ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લાની ઉદ્યોગ નગરી અંકલેશ્વર ખાતે ભવ્ય અને યુવાનો માટે માર્ગદર્શક ,સફળતા સાથે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાતના ઔદ્યોગિક હૃદયસ્થળ ગણાતા અંકલેશ્વરમાં સરદારધામ યુવા સંગઠન મધ્ય ગુજરાત ઝોન દ્વારા ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું.અંકલેશ્વર ન કેવળ ઔદ્યોગિક રીતે રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં મોટો ફાળો આપે છે પણ એ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતું શહેર પણ છે. સરદાર સાહેબના “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ના વિઝનને સાકાર કરતી સંસ્થા સરદારધામના પ્રયાસ હેઠળ આ કાર્યક્રમ સરદાર ભવન સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ખીચોખીચ ભરાયેલા ઓડિટોરીયમમાં ભરૂચ શહેર સહિત 9 તાલુકામાંથી વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ, સમાજના આગેવાનો અને યુવા સંગઠનના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યુવા સંવાદ સત્રમાં ગુજરાત રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારી શૈલેશ સગપરીયાએ પ્રશ્નોત્તરીનું સફળ નેતૃત્વ કર્યું હતું .જેમાં તેમણે સરદારધામ સંસ્થા ,યુવાનો , ઉદ્યોગ અને મહિલાઓ માટે પ્રશ્નોતરી કરી હતી

જ્યારે સરદારધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ સરદારધામ સંસ્થા શું છે કેવું કાર્ય કરી રહી છે તેનાથી 5 હજાર જેટલા અધિકારીઓને વિવિધ વિભાગોમાં મોકલ્યા છે તે તેમજ યુવાનોના તમામ પ્રશ્નોના સરળ ભાષામાં ઉદ્દેશપૂર્વક જવાબ આપ્યા હતા તે સાથે યુવાનોમાં તેમને ખૂબ આશા છે .સાથે સાથે મહિલાઓને આગળ લાવવા આખું પ્લેટફોર્મ બનાવ્યું છે . સસ્થાએ SPIBO ની શરૂઆત કરી છે જેનાથી ઇન્ટરનેશનલ ઉદ્યોગ વેપારમાં વધારો થશે આ તકે હાજર સૌને માહિતીપૂર્ણ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સર્વે હોદ્દેદારોને આવકારી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સૌ પાટીદાર સમાજ સંગઠિત થઈને કાર્ય કરે તેવો સંકલ્પ લેવાયો હતો.આ તકે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને શૈલેષ સગપરીયાને ગીતાજી ભેટ ધરી સન્માનિત કરાયા હતા.આ સમગ્ર સફળ કાર્યક્રમનું આયોજન સરદારધામ યુવા સંગઠન મધ્ય ગુજરાત ઝોન ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવ્યું હતું જે સમાજમાં નવી ચેતનાનું પ્રેરક લહેર લઈને આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande