એસ.ટી. બસની બ્રેક ફેલ થતાં નખત્રાણા બસ મથકમાં વાહનો કચડાયા: જાનહાનિ ટળી
ભુજ – કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છના મુખ્ય મથકમ સમા નખત્રાણાના એસ.ટી. બસ મથકમાં અચાનક જ બસના બ્રેક ફેઇલ થતાં વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. રવિવારે રાત્રે થયેલા અકસ્માતથી નગરમાં ચર્ચા જામી હતી. કયા રૂટની બસે કાબૂ ગુમાવ્યો
નખત્રાણા બસ મથકે બસે દ્વિચક્રીય વાહનોને અડફેટે લીધા


ભુજ – કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : પશ્ચિમ કચ્છના મુખ્ય મથકમ સમા નખત્રાણાના એસ.ટી. બસ મથકમાં અચાનક જ બસના બ્રેક ફેઇલ થતાં વાહનોને અડફેટે લીધા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. રવિવારે રાત્રે થયેલા અકસ્માતથી નગરમાં ચર્ચા જામી હતી.

કયા રૂટની બસે કાબૂ ગુમાવ્યો?

માંડવીથી કોટેશ્વર તરફ જઈ રહેલી એસ.ટી. બસના બ્રેક અચાનક જ ખરાબ થયા હતા. પરિણામે બસ સ્ટેન્ડની અંદર ડ્રાઇવરે એકાએક સ્ટીયરિંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, બસ દિવાલમાં ભટકાવી હતી. જેના કારણે લોકોને થતું નુકસાન અટકાવી શકાયું હતું. આની વચ્ચે ઉભેલા વાહનોને નુકસાન થયું હતું તેમજ દીવાલના પતરાઓને નુકસાન થયું હતું.

મુસાફરોની સંખ્યા ઓછી હતી

ભરચક રહેતા બસ સ્ટેન્ડમાં રવિવાર હોવાન લીધે તથા રાત્રિનો સમય હોવાના લીધે સંખ્યાબંધ મુસાફરો ન હતા. માત્ર વાહનો પાર્ક હતા તેમના ઉપર બસ ચઢી ગઇ હતી. જો મુસાફરોની સંખ્યા વધારે હોત તો દુર્ઘટનાની ભીતિ હતી.

તંત્ર આ ઘટનાની તપાસ કરાવશે

આ બાબતે નખત્રાણા એસટી બસ મથકના ડેપો મેનેજર ગુસાઈને પૂછતા તેમણે કહ્યું કે કયા કારણોસર બસ ભટકાઈ છે તેની ખરાઈ માટે તપાસ કરાવવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande