અનાવાડા ગામે ચેતનાબેન ઠાકોરની બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : અનાવાડા ગામ પંચાયતમાં આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ ગુગીબેન કુવરસીંહ ભરવાડના અધ્યક્ષસ્થાને મામલતદાર અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં નવા ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી. આ બેઠકમાં ચેતનાબેન સંજયભાઈ ઠાકોરને ઉપસ
અનાવાડા ગામે ચેતનાબેન ઠાકોરની બિનહરીફ ઉપસરપંચ તરીકે વરણી


પાટણ, 15 જુલાઈ (હિ.સ.) : અનાવાડા ગામ પંચાયતમાં આજે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં સરપંચ ગુગીબેન કુવરસીંહ ભરવાડના અધ્યક્ષસ્થાને મામલતદાર અને તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં નવા ઉપસરપંચની વરણી કરવામાં આવી હતી.

આ બેઠકમાં ચેતનાબેન સંજયભાઈ ઠાકોરને ઉપસરપંચ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેમની વરણીથી ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ગ્રામજનો સહિત પંચાયતના સભ્યો દ્વારા ચેતનાબેનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ચેતનાબેન ઠાકોરની નિમણૂકથી ગામના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અને ગ્રામજનોમાં નવી આશા ઉદ્ભવાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande