અંબાજી,17જુલાઈ
(હિ. સ) બનાસકાંઠા જિલ્લાનો
દાંતા તાલુકો આદિવાસી અને પછાત વિસ્તાર મનાય છે જ્યાં ચડોતરા જેવા કુરિવાજ ની
ગંભીર પરિસ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે આ ચડોતરા ની પ્રથાને લઇ 12
વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29
આદિવાસી પરિવારોને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એ આજે સમ્માનભેર પાછા લાવી
પુનર્વસન કરાવી એક ઐતિહાસિક ઘટના સાબિત કરી છે દાંતા તાલુકાના મોટાપીપોદરા ગામના
કોદરાવી પરિવારના 300 સભ્યો આજે એક સાથે
ફરી પોતાના ગામમાં પોતાનું ગામ,પોતાનું
નામ અને પોતાની જમીન મળતા એક ઐતિહાસિક પ્રસંગ માની રહ્યા છે આ 29
જેટલા પરિવારોની 8.5 હેક્ટર જેટલી જમીન
પણ બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલન માં રહીને
માપણી કરાવી આપી છે એટલુંજ નહિ જાડી જાખરા સાથે વેરાન બનેલી આ જગ્યા ફરી એક વાર
ખેતીવાડીથી હરિયાળી બનશે આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડતરૂએટલેકે વેર લેવાની પ્રથાના કારણે આ દાંતા
તાલુકાના પીપોદરા ગામ માંથી 12
વર્ષ પહેલા બનેલી ઘટનાના પગલે કોદરવી સમુદાયના 29
પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર
તેમજ સુરત ચાલ્યા ગયા હતા ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ
બનાસકાંઠા પોલીસ દ્વારા આ સમુદાયની વિગતો મેળવી સંપર્ક કરીને ગ્રામપંચાયતના
આગેવાનો તથા બને સમુદાયના અગ્રણીઓ સાથે બેઠક કરી ચાલ્યા ગયેલા પરિવારનો પુનર્વસન
બાદ સોલેશાંતિ જળવાઈ રહે તેવો નિર્ણય લેવાયો અને આ પરિવારોને પોતાના જ ગામમાં 8.5
હેક્ટર જે જમીનહતી તે પણ તેમને પરત
કરવામાં આવી છે અને આ તમામ પરિવારો ફરી પોતાની જમીન માં જાડી જાખરા સાફ કરી ખેતી
લાયક બનાવી નવી ખેતી કરી ફરી હરિયાળી બનાવશે જોકે હાલમાં આ પરિવારોને 2
મકાન તૈયાર કરી અપાયા છે અને વધુ મકાનો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી
આવાસ યોજના તેમજ સ્વૈચ્છીક સામાજિક સંસ્થા સાથે મળીને બાકીના 27
પરિવારોને પણ પોતાના પાકા મકાનો મળે તેવી કામગીરી હાથ ધરવામાં આવી છે આ સાથે આજે
તેમની જમીન ઉપર પૂજા વિધિ કરી બિયારણની વાવણી કરી પરિવારોને આ ગામના એક અંગની જેમ
જોડી દેવાયા છે તેમજ અસરગ્રસ્ત પરિવારોને શિક્ષણ સામગ્રી અને રેશનકીટ પણ વિતરણ
કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના દાંતા તાલુકા માટે એક ઐતિહાસિક ઘટના બની રહી છે
ત્યારે અન્ય કોઈ ચડોતરા જેવી ઘટના ન બને તેની પણ કાળજી રાખવા જણાવાયું
આ સાથે પુનર્વસન કરાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ
સંઘવી એ આ ઐતિહાસિક ઘટના ને લઇ પોતાને અહો ભાગ્યો માન્ય હતા જે ઘટના આવનારા સમયમાં
એક ઐતિહાસિક ઘટના મનાશે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ