અંબાજી,17 જુલાઈ
(હિ. સ) ગુજરાત રાજ્યના હર્ષ
સંઘવી આજે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે કોદરવી પરિવારના 29
પરિવારના 300 જેટલા
લોકોની ઘર વાપસી કરી પુનર્વસન કરાવ્યા બાદ યાત્રાધામ અંબાજી ખાતે પહોચ્યા હતા
જ્યાં ગબ્બર સર્કલ ઉપર ગજરાજદ્વાર પોલીસ ચોકી નું લોકાર્પણ કર્યું હતું જેથી કરીને
અંબાજી થી ગબ્બર વચ્ચે લોકો સુરક્ષિત રહી શકે ચોકીના લોકાર્પણ બાદ હર્ષ સંઘવી
અંબાજી મંદિરે પહોચ્યા હતા જ્યાં મંદિર ટ્રસ્ટના અધિકારીઓ દ્વારા તેમનું
સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ
સ્થાનિકઅંબાજી ભાજપા મંડળ ના કાર્યકર્તાઓ પણ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું
ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ગણપતિજી ના દર્શન કરી માં અંબેના દર્શને પહોચ્યા હતા જ્યાં
પૂજારી એ કુમકુમ તિલક ને માથે પાવડી મૂકી માતાજીની ચુંદડી અર્પણ કરી હતી ત્યાર બાદ
ગૃહમંત્રી હર્ષ સંઘવી એ મંદિરના મીટીંગ હોલમાં બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ
તેમજ મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ સાથે મિટિંગ યોજી અંબાજીમાં ભરનાર ભાદરવી પૂનમ ના
મેળાની તેમજ અંબાજી ના નવ વિકસિત કોરિડોર જેવી વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી હતી
અને અમુક તત્વો દ્વારા ભાદરવી પૂનમના મેળાને લઈ મેળો નહીં ભરાવવાની અફવા ફેલાવતા
હોંય છે તેને લઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી એ જણાવ્યું હતું કે અંબાજીમાં આગામી 1
થી 7 સપ્ટેમ્બર સુધી સાત
દિવસ નો મેળો ખૂબ રંગે ચંગે ભરાશે અને ગતવર્ષો કરતા પણ વધુ શ્રદ્ધાળુઓ આવે તેવી પણ
શક્યતાઓ જણાઈ રહી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ