અરવલ્લી જિલ્લાના વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિરને, NQAS પ્રમાણપત્ર, રાજ્ય માટે ગૌરવની વાત
મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) : અરવલ્લી જિલ્લાના આરોગ્યસેવાઓ માટે આનંદના સમાચાર છે. જિલ્લાના વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિરોએ રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા આધારિત NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે, જે આરોગ્ય ક્ષેત્રે એક મ
અરવલ્લી જિલ્લાના વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS પ્રમાણપત્ર, રાજ્ય માટે ગૌરવની વાત


અરવલ્લી જિલ્લાના વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS પ્રમાણપત્ર


અરવલ્લી જિલ્લાના વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS પ્રમાણપત્ર


અરવલ્લી જિલ્લાના વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS પ્રમાણપત્ર


મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) : અરવલ્લી જિલ્લાના આરોગ્યસેવાઓ માટે આનંદના સમાચાર છે. જિલ્લાના વધુ ચાર આયુષ્માન આરોગ્ય મંદિરોએ રાષ્ટ્રીય સ્તરે ગુણવત્તા આધારિત NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યું છે, જે આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.

મેઘરજ તાલુકાનું ધાંધિયા (92.17%), માલપુરનું મંગલપુર (92.07%), મોડાસાનું શામપુર (88.72%) અને ધનસુરાનું હીરાપુર (87.91%) – આ ચાર પેટા આરોગ્ય કેન્દ્રોએ જુન-2025 દરમિયાન NHSRC (દિલ્હી)ની ટીમ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન પછી એ રાષ્ટ્રીય પ્રમાણપત્ર મેળવ્યું છે.

આ કેન્દ્રોમાં સગર્ભા માતા સંભાળ, બાળ આરોગ્ય, રસીકરણ, કિશોર-કિશોરી આરોગ્ય, કુટુંબ કલ્યાણ, રોગચાળા નિયંત્રણ, OPD અને ડિલિવરી જેવી આરોગ્ય સેવાઓના તમામ ગુણવત્તા માપદંડો સફળતાપૂર્વક પૂરાં કરવામાં આવ્યા હતા.

આ સિદ્ધિ ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એસ્યોરન્સ યુનિટ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, મેડિકલ અને આયુષ તબીબો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો તથા ગામસ્તરની સંપૂર્ણ આરોગ્ય ટીમના એકજૂટ પ્રયાસ અને પ્રતિબદ્ધ સેવાઓનો પરિણામ છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande