ગીર સોમનાથ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં, ૬૦૦૦ કેસોનો સુખદ નિકાલ
૬૩૯ પેન્ડીંગ કેસોનો સમાધાનથી, સ્પેશ્યલ સીટીંગમાં ૨૮૩૨, પ્રિ-લીટીગેશનનાં કુલ ૨૫૨૯ કેસોનો નિકાલ
ગીર સોમનાથ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં, ૬૦૦૦ કેસોનો સુખદ નિકાલ


ગીર સોમનાથ, 15 જુલાઈ (હિ.સ.) નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી વી.બી.ગોહીલના અધ્યક્ષસ્થાને જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોકઅદાલત યોજાઈ હતી.

ગીર સોમનાથ જિલ્લાની તમામ અદાલતોમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં કુલ ૬૩૯ પેન્ડીંગ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે મેજીસ્ટ્રેટના સ્પેશ્યલ સીટીંગમાં કુલ ૨૮૩૨, પ્રિ-લીટીગેશનનાં કુલ ૨૫૨૯ મળીને કુલ ૬૦૦૦ કેસોનો આ લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો.

આ કેસોમાં નેગો.ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮, ભરણ પોષણનાં કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતનાં વળતરને લગતા કેસો, સ્પેશીયલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના કેસો તથા ટાફીક ચલણના કેસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં કુલ રૂ. ૧૧,૭૮,૦૦,૩૦૫.૮૨/-જેટલી રકમના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથનાં સેક્રેટરી જે.એન.પટેલની એક યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande