સુરત, 17 જુલાઈ (હિ.સ.)- કર્ણાટકના ધારવડ જિલ્લાના નવલગુંડ શહેરના ધારાસભ્ય એન. એચ. કોનારેડ્ડી તથા ટાઉન મ્યુનિસિપલ કાઉન્સિલના 21 ચૂંટાયેલા કાઉન્સિલરઓ અને અધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ સુરત મહાનગરપાલિકાની મુલાકાત માટે આવેલ. જેઓની સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરા ખાતે મીટીંગ યોજાયેલ.
સદર મિટીંગમાં ઇન્ચાર્જ અસી. કમિશનર પી. આર. પ્રસાદે પ્રેઝન્ટેશન મારફત સુરત મહાનગરપાલિકાનો ઇતિહાસ, ચુટાંયેલી પાંખ, સુરત શહેર અને તેની માળખાગત સુવિધાઓ, ઓકસફોર્ડ ઇકોનોમિકસ ગ્લોબલ સિટીસના રીપોર્ટ મુજબ 2030માં ઝડપથી વિકસતા શહેરમાં સામેલ સુરત શહેર બાબત, ઇકોનોમિકલ કેપિટલ ઓફ ગુજરાત, સુરત શહેર ડાયમંડ સિટી અને ટેકસ્ટાઇલ સિટી તરીકે ખ્યાતનામ છે — તે બાબતે વિસ્તૃત માહિતી આપી હતી.
જેમા ગ્રોથ ઓફ સિટી, સુરત મહાનગરપાલિકાની ક્રમનુસાર તથા ઝોનવાઇઝ કામગીરીની વિગત, વોટર સપ્લાઇ સિસ્ટમ તથા સુરત મહાનગરપાલિકા સુએઝ ટ્રીટેડ વોટર દ્વારા વાર્ષિક રૂ. 140 કરોડની આવક મેળવનાર સમગ્ર ભારતમાં એકમાત્ર શહેર છે — તે માહિતી આપવામાં આવી હતી. તાપી શુદ્ધીકરણ પ્રોજેક્ટ, ક્રીક રિમોડેલિંગ અને રી-સ્ટ્રકચરિંગના કામો, પબ્લિક ટ્રાન્સપોર્ટ, રોડ અને બ્રિજોની માહિતી, પ્રધાનમંત્રી આવાસ યોજના અન્વયે ફાળવાયેલા આવાસોની વિગતો, રિન્યુએબલ એનર્જી, હેરીટેજ સંરક્ષણ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ, સાયન્સ સેન્ટર, સરથાણા નેચર પાર્ક અને ઝૂ, એક્વેરિયમ, ગોપી તળાવ, ગાર્ડન્સ, ડિજિટલ ગવર્નન્સ, સુરત મેટ્રો, હાઈ સ્પીડ રેલ, તાપી રિવર બેરેજ, બાયોડાયવર્સિટી, ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ, ડ્રીમ સિટી અને આઈકોનિક ઓફિસ બિલ્ડિંગ જેવા અનેક મહત્વના વિકાસ પ્રોજેક્ટ્સ વિષે વિગતો આપી હતી.
ત્યારબાદ પ્રતિનિધિ મંડળે કોસાડ ટ્રાન્સફર સ્ટેશન, કોસાડ C&D વેસ્ટ પ્લાન્ટ, ભીમરાડ Erf હાઉસિંગ (સુમન સ્મિત આવાસ), ભટાર પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસીંગ પ્લાન્ટ, ડ્રીમ સિટી અને બમરોલી ટર્ષરી ટ્રીટમેન્ટ અને રી-યુઝ ફેસીલીટી (લીક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ) સ્થળોની મુલાકાત લીધી હતી.
ધારાસભ્ય એન. એચ. કોનારેડ્ડી તથા પ્રતિનિધિ મંડળ દ્વારા સુરત મહાનગરપાલિકાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી અને તેઓના કાઉન્સિલરોને સુરતની માળખાગત સુવિધાઓ તેમના શહેરમાં પણ અમલમાં મૂકવા સૂચના આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે