વંદે સોમનાથ ઉત્સવનો ભવ્ય પ્રારંભ: શ્રાવણ 2025માં કલા અને ભક્તિનો અભૂતપૂર્વ સંગમ પ્રથમ મણકામાં ભરતનાટ્યમ,કથક, અને ઓડિસી નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા
ગીર સોમનાથ 15 જુલાઈ (હિ.સ.) વંદે સોમનાથ ઉત્સવનો ભવ્ય પ્રારંભ: શ્રાવણ 2025વંદે સોમનાથ ઉત્સવનો ભવ્ય પ્રારંભ: શ્રાવણ 2025માં કલા અને ભક્તિનો અભૂતપૂર્વ સંગમ પ્રથમ મણકામાં ભરતનાટ્યમ,કથક, અને ઓડિસી નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યામાં કલા અને ભક્તિનો અભૂતપૂર્વ
વંદે સોમનાથ ઉત્સવનો ભવ્ય


ગીર સોમનાથ 15 જુલાઈ (હિ.સ.) વંદે સોમનાથ ઉત્સવનો ભવ્ય પ્રારંભ: શ્રાવણ 2025વંદે સોમનાથ ઉત્સવનો ભવ્ય પ્રારંભ: શ્રાવણ 2025માં કલા અને ભક્તિનો અભૂતપૂર્વ સંગમ પ્રથમ મણકામાં ભરતનાટ્યમ,કથક, અને ઓડિસી નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યામાં કલા અને ભક્તિનો અભૂતપૂર્વ સંગમ

પ્રથમ મણકામાં ભરતનાટ્યમ,કથક, અને ઓડિસી નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા.

સોમનાથ દર્શને આવનાર ભક્તો સમક્ષ ખ્યાતનામ કલાકારો દ્વારા ભારતની સૌંદર્યસભર સાંસ્કૃતિક પરંપરાનું ભવ્ય પ્રદર્શન-

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કલા અને ભક્તિના અનોખા સંગમ સમા વંદે સોમનાથ ઉત્સવનો આજરોજ સોમવારે, અષાઢ કૃષ્ણ ચતુર્થીના શુભ દિવસે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત પ્રવાસન વિભાગ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર (IGNCA) ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ નૂતન પ્રકલ્પનો ઉદ્દેશ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરવાનો અને શ્રાવણ રૂપી શિવોત્સવ દરમિયાન નટરાજ દેવાધિદેવ મહાદેવના ચરણોમાં કલારૂપી પુષ્પ અર્પણ કરવાનો છે.

વંદે સોમનાથ કલા મહોત્સવના પ્રથમ ચરણમાં, શ્રી સોમનાથ મંદિર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા ભરતનાટ્યમ, કથક અને ઓડિસી નૃત્યોની દિવ્ય પ્રસ્તુતિ કરવામાં આવી હતી. કાર્યક્રમનો શુભારંભ સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી સુકાન્ત કુમાર સેનાપતિ, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના સુશ્રી અનુપા લહેરી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા ના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.

આ રોમાંચક અને મનમોહક સંધ્યાએ પવિત્રા ભટ્ટ અને તેમની ટીમે ભરતનાટ્યમની મંત્રમુગ્ધ કરનારી પ્રસ્તુતિ આપી હતી. ત્યારબાદ, કદમ પરીખ અને વૃંદે કથક નૃત્ય દ્વારા દર્શકોને રોમાંચિત કરી મુક્યા હતા, જ્યારે નમ્રતા મેહતા અને સિદ્ધિ વાયકર દ્વારા પારંપરિક ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી આવનાર પ્રત્યેક કલાકરનું સન્માન કરી તેઓને સોમનાથ મહાદેવનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો

શ્રાવણ મહોત્સવ ૨૦૨૫ દરમિયાન ૧૪ જુલાઈથી ૧૮ ઓગસ્ટ સુધી, દરેક સોમવારે રાષ્ટ્રભરના ઉચ્ચ સ્તરીય કલાકારો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પોતાની કલા દ્વારા મહાદેવને પ્રસન્ન કરવા અનોખી આરાધના કરશે. અને વંદે સોમનાથ મહોત્સવ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરશે અને સોમનાથની આધ્યાત્મિક ભૂમિને કલાના રંગોથી શોભાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande