ગીર સોમનાથ, 15 જુલાઈ (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ પુલોની સલામતી ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે પુલોની પુનઃ સઘન ચકાસણી કરવાની સૂચના આપી હતી. મુખ્યમંત્રીશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પુલોનું નિરીક્ષણ અને જરૂરી જણાય તો સમારકામ કરવામાં આવી રહ્યું છે.
જે અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળના કોડીનાર તાલુકાના ૧૧ પુલોનું ડિઝાઈન સર્કલના અધિકારીઓની ઉપસ્થિતિમાં નીરિક્ષણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળના અસરગ્રસ્ત પુલોનું ત્વરીત ઈન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે. જ્યાં જરૂર જણાય તે સ્થળોએ જરૂરી સમારકામ, ટ્રાફિક ભારણ ઘટાડવા, પેચવર્ક, ડાયવર્ઝન આપવા સહિતની બાબતોની કામગીરી થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ