ગીર સોમનાથ 15 જુલાઈ (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેગાર વેરાવળ વિભાગ નાઓની સુચના તથા તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એન.ગઢવી નાઓના માર્ગદર્શન મુજબ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ થવાના કે પડી જવાના અથવા ખોવાય જવાના બનાવો વધુ પ્રમાણ માં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારઓને તેમના મોબાઇલ ફોન પરત અપાવવા બાબતે કર્તવ્યશીલ કાર્યદક્ષતા અન્વયે
તાલાલા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્કોડ ની ટીમ દ્વારા સંયુકત મળી અધતન ટેકનોલોજી તથા CEIR પોર્ટલ ની મદદ થી નીચે મુજબના મોબાઇલો શોધી કાઢી જે-તે સ્થિતિમાં મુળ અરજદાર ઓને સુપ્રત કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમને ખરા અર્થમાં સાર્થક કરેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ