ગીર સોમનાથ, 5 જુલાઈ (હિ.સ.) વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત ૨૮મોં સમુહલગ્ન નું આયોજન, અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા કરવામાં આવ્યું અને ગુજરાત ખારવા સમાજ ના ઉપપ્રમુખ તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા ના નિમંત્રણ ને માન આપીને આ પાવન અવસર નાં સમુહલગ્ન ના અતિથી વિશેષ જુનાગઢ જિલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ર્ડો. સંજયભાઈ પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપસિંહ બારડ, વેરાવળ ભાજપ શહેર પ્રમુખ શૈલેષભાઈ મેસવાણિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંગભાઈ પરમાર, તથા ગીર સોમનાથ જિલ્લા તથા વેરાવળ તાલુકાના હોદેદારો, તેમજ ગુજરાત સમસ્ત ખારવા સમાજ ના પ્રમુખ પવનભાઈ જશુભાઈ શીયાળ,માંગરોળ ખારવા સમાજ ના પટેલ ધનસુખ ભાઈ ગોસીયા, પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ ખુડાઈ, ફિશરીઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના ઉપપ્રમુખ ભગુભાઈ સોલંકી, જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી, મુળ દ્વારકા ખારવા સમાજ ના બાબુ ભાઈ સવાઈ, પટેલ જીતેન્દ્રભાઈ ફુલબારિયા, ભીડીયા સમસ્ત ખારવા સમાજના પટેલ રતિલાલભાઈ ગોહેલ, ભીડીયા ખારવા બોટ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ડાલકી, ભીડીયા સમસ્ત કોળી સમાજ ના પટેલ રમેશભાઈ બારિયા, બોટ એશોશિએશન ના પ્રમુખ મનોજભાઈ સોલંકી, વેરાવળ કોળી સમાજના પટેલ ભીખુભાઇ વાયલુ તથા અગ્રણીઓ, માંગરોળ ખારવા સમાજના મેઘજીભાઈ વંદુર, માંગરોળ રચનાત્મક સર્જનાત્મક શૈક્ષણિક સમિતિ ના પ્રમુખ શ્રી તુલસી ભાઈ ગોસીયા, તથા કારોબારી,માંગરોળ બોટ એશોસીએસન ના પ્રમુખ ખીમજીભાઈ, સુત્રાપાડા ઘોઘલીયા ખારવા સમાજ ના પટેલ રતિલાલ સોલંકી, સુત્રાપાડા ખારવા સમાજ ના ઉપ પટેલ સોમા ભાઈ ગોહેલ, બાલુભાઈ દરી.મુળદવરકા ખારવા સમાજ ના પટેલ નિલેશભાઈ આજણી.વેરાવળ ઇન્ડિયન રેયોન ના ઇ.આર ના મેનેજર ઠાકોર , જનરલ મેનેજર ગૌસ્વામી સાહેબ, ટાઈમ ઓફીસના મિર્જા સાહેબ, બ્રહ્મ સમાજના પ્રમુખ હેમંતભાઈ ભટ્ટ, તથા અગ્રણીઓ તેમજ ૯૦સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના પ્રતિનિધિ હરેશભાઈ તથા ડોક્ટર ડી.કે. બારડ, ડો. રામચંદ્ર ભેસલા, તથા વેરાવળ પાટણ હિન્દ સેવા સમિતિ ના તમામ પ્રમુખ ઓ, તથા વેરાવળ પાટણ સમસ્ત મુસ્લિમ સમાજ ના પટેલ અફઝલભાઈ તથા આગેવાનો, તેમજ દરિયાપતિના તમામ માછીમાર સમાજના પ્રમુખ આગેવાનો ઉપસ્થિત રહી ને ૭ નવદંપતી ઓને આશીર્વચન પાઠવ્યા હતા.
આ ૨૮મા સમુહલગ્ન ના કાર્યક્રમ ને સફળ બનાવવા સમુહલગ્ન ના આયોજક અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા એ જહેમત ઉઠાવી હતી સાથે આ ૨૮મા સમુહલગ્ન ના નિમંત્રક કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા જીતુભાઈ મોહનભાઈ કુહાડા આ શુભ પ્રસંગ પધારેલા તમામ મહાનુભાવો તથા વરકન્યા સાથે આવેલ તમામ વડીલો નું હ્રદય ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં આ આવા શુભ પ્રસંગોમાં બધા સાથે મળીને સફળ બનાવીએ તેવી આશા વ્યક્ત કરીએ છીએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ