કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાની બોટ સાથે ઘૂસણખોર ઝડપાયો
કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લો સરહદ ધરાવતો જિલ્લો હોવાથી કચ્છમાં ઘૂસણખોરીના બનાવો બનતા હોય છે. ત્યારે સોમવારે મોડી સાંજે કચ્છ જિલ્લામાં આવેલ લખપતવાળી ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો હતો. ક્રીક વિસ્તાર
બોર્ડર


બીએસએફ


કચ્છ બીએસએફ


કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) : કચ્છ જિલ્લો સરહદ ધરાવતો જિલ્લો હોવાથી કચ્છમાં ઘૂસણખોરીના બનાવો બનતા હોય છે. ત્યારે સોમવારે મોડી સાંજે કચ્છ જિલ્લામાં આવેલ લખપતવાળી ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ સાથે એક પાકિસ્તાની ઘૂષણખોર ઝડપાયો હતો.

ક્રીક વિસ્તારમાં સોમવારે સાંજના સમયમાં BSFના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે પેટ્રોલિંગ કરતી વખતે BSFના જવાનોને શંકાસ્પદ બોટ સાથે એક વ્યક્તિ દેખાતા તેની BSFના જવાનોએ પૂછપરછ કરતા તે પાકિસ્તાની નાગરિક હોવાનો જાણવા મળ્યું હતું. જે બાદ BSFના જવાનોએ ક્રીક વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી.

BSFના જવાનોએ પાકિસ્તાની ઘૂસણખોરની અટકાયત કરીને તપાસ કરતા પાકિસ્તાની ઘૂસણખોર પાસેથી બોટ અને માછીમારી કરવાના વિવિધ સાધન અને સામગ્રી મળી આવી હતા. જે બાદ ઘૂસણખોરની અટકાયત કરવામાં આવી હતી. હાલ ક્રીક વિસ્તારમાં ઘૂસણખોર ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘુસણખોરીના બનાવો સતત વધી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર જગદીશ


 rajesh pande