પાટણ જિલ્લામાં મોડી રાત્રે, અચાનક મેઘરાજાનું આગમન
પાટણ, 15 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના ત્રણ તાલુકાઓ—સરસ્વતી, પાટણ અને સિદ્ધપુરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 70 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પાટણમાં 24 મીમી અને સિદ્ધપ
પાટણ જિલ્લામાં મોડી રાત્રે અચાનક મેઘરાજાનો આગમન


પાટણ, 15 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના ત્રણ તાલુકાઓ—સરસ્વતી, પાટણ અને સિદ્ધપુરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. સરસ્વતી તાલુકામાં સૌથી વધુ 70 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે પાટણમાં 24 મીમી અને સિદ્ધપુરમાં 3 મીમી વરસાદ પડ્યો હતો.

રાત્રિના શાંત વાતાવરણમાં વીજળીના કડાકા-ભડાકા અને ગર્જના વચ્ચે ધોધમાર વરસાદ પડતાં લોકોએ અચાનક ઢળેલા વાતાવરણનો અનુભવ કર્યો હતો. રસ્તાઓ પર વરસાદી પાણી વહેવા લાગ્યાં હતાં અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

આકાશમાં સતત વીજળી ચમકતી રહી અને મેઘગર્જન વચ્ચે, ઠંડકભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું. વરસાદ અને વીજળીના કારણે લોકોમાં થોડો ભય પણ છવાયો હતો, તેમજ કુતૂહલથી પણ લોકો આ નજારાનો અનુભવ કરતા નજરે પડ્યાં હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande