પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં જુન મહિનાથી જ સતત પડી રહેલ વરસાદના કારણે રસ્તાને નુકશાન થયુ છે. જેને રીપેરીગ કરી પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા અવિરત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ના દરેક રસ્તા પર કામગીરી સુપેરે થાય તે માટે ટીમો મુકવામાં આવી છે. જેમના દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના 229 રોડની સંખ્યા છે.
જિલ્લામાં 950 કિલોમીટર લંબાઈ ધરાવતા માર્ગ મકાન વિભાગ પંચાયત હસ્તકના રસ્તા છે. તાજેતરમાં પડેલ વરસાદ દરમિયાન ક્ષતિ ગ્રસ્ત થયેલ રસ્તા માટે સર્વેની કામગીરી કરવામાં આવી હતી. રાણાવાવ કુતિયાણા તાલુકામાં સર્વેની કામગીરી દરમિયાન 16 જેટલા રસ્તાઓ ક્ષતિ ગ્રસ્ત થયેલ હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી ૪ ડમ્પર એક રોલર, જેસીબી અને 6 મજૂરોની ટીમ દ્વારા વેઇટમિકસ મોહરમથી રસ્તાને સમથળ કરવામાં આવી રહ્યા છે. પોરબંદર માર્ગ મકાન વિભાગ પંચાયતના જણાવ્યા મુજબ 16 માંથી 10 જેટલા રસ્તા સમથળ કરવાની કામગીરી પૂરી કરાઈ છે, અને બાકી રહેતા 6 જેટલા રસ્તા એક અઠવાડિયામાં સમથળ કરવામાં આવશે. સોમવારના દિવસે કુતિયાણા અને રાણાવાવના ગ્રામ્ય પંથકમાં ડોલરગઢથી ખીરસરા રોડ તેમજ થી ઠોયાણા, જાંબુ, કેરાળા, બાપોદર રોડનું સમારકામ કરાયું હતું. આમ ચોમાસા દરમિયાન ક્ષતિ ગ્રસ્ત થયેલ રસ્તા રીપેર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya