રાપર – કચ્છ, 15 જુલાઈ (હિ.સ.) કચ્છ એટલે જીવદયાનો મુલક કહેવો હોય તો પણ કહી શકાય છે. કારણ કે દુકાળની વારંવાર આફત ભોગવી ચૂક્યા પછી ભોજન કરાવવાની દાતારી ચૂકવાનું જાણે ભૂલી જ જવાયું છે. ખાસ કરીને જીવદયાના કાર્યોમાં ગ્રામીણ લોકો પણ અગ્રેસર રહેતા હોય છે અને તેનો દાખલો રાપર તાલુકાના લાખાગઢનો ગણી શકાશે.
આરએસએસની રાત્રિ શાખામાંથી પ્રભાત શાખાનો વિચાર
રાપર આડેસર રોડ ઉપર અંતરિયાળ એવા લાખાગઢ ગામે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પ્રભાત શાખાએ કરાવેલી પંખીને ચણની પ્રવૃત્તિને આજે એક દાયકો થયો છે. ગામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાત્રી શાખાની શરૂઆત અમરનાથ બાવાજી, દલાભાઈ તેમજ રાઘવભાઈ દ્વારા કરવામાં આવી હતી. મહિનાઓ પહેલાં પ્રભાત શાખાનો વિચાર આવ્યો ગામના તળાવને કાંઠે લાખેશ્ચર મહાદેવના મંદિરે પ્રભાત દર્શનની શરુઆત કરી.
પંખીઓના કલરવે જીવદયા તરફ પ્રેર્યા
પ્રભાત શાખામાં આવતા આવતા ત્યાં દરરોજ પંખીઓનો કલરવ સાંભળીને તમામના મનમાં એમ થયું કે, આ પંખીઓના માટે ચણ એકઠું કરવું જોઇએ. સવારે છ વાગે શાખામાં આવતી વેળા પૂર્વે દરરોજ પાંચ વાગે ઉઠી વૈષ્ણવ વજનના ગીત સાથે મંજીરા અને એક થેલી સાથે આ શેરીમાંમાં રામધૂન દ્વારા બાળકો અને યુવાનોમા જીવો પ્રત્યે દયા કરૂણાની ભાવના જગાડીએ અને આવી રીતે ચણ પણ એકઠું કરીને પંખીને આપતા રહીએ.
સંખ્યા ઓછી થવા છતાં કાર્ય ચાલુ રહ્યું
આ વિચાર સાથે પ્રભાત ફેરી ની તા.10/04/2015ના શરૂઆત થઈ. શરૂઆતમાં બાળકો અને યુવા મિત્રોની શરુઆતમા સંખ્યા વીસેક લોકો પ્રભાત ફેરીમાં જોડાયા હતા. પણ તબક્કાવાર સંખ્યા ઓછી થતી ગઈ. હવે દલાભાઈ, રાઘવભાઈ અને અમરનાથભાઈ આ સત્કાર્ય કરવા સુધી આ કાર્ય કરે છે અને આ કાર્ય દરરોજ ચાલુ રાખ્યું છે. દલાભાઈ એ એકલા પણ હિંમત હાર્યા વગર 2 વર્ષ પ્રભાત ફેરી ફર્યા રાખી અને પછી ફરીથી રાઘવભાઈ સાથે જોડાયા અને પછી જ્યારે પણ સમય મળે ત્યારે ગામ ના અન્ય યુવાનો અમરનાથભાઈ,લક્ષ્મણભાઈ ,નાથાભાઈ, એ સાથ સહકાર આપ્યો અને આજે પણ આ કાર્ય ચાલુ છે.. જોત જોતા માં આજે 10 વર્ષ થઈ ગયા અને એ વાત નો ખુબ આનંદ છે..
એકાદ મણ ચણ, દાતાએ 90 હજારના દાણા નાખ્યા
હાલ દરરોજ ગામ માંથી એકાદ મણ ચણ પ્રભાત ફેરી માં ભેગું થઈ જાય છે. આ ઉતમ કાર્ય સોસીયલ મીડિયાના માધ્યમ દ્વારા જોઇ ને એક બેંગ્લોર રહેતા એક દાતા છેલ્લા 2 મહિના થી જેટલાં પણ ચણ ની જરૂર હોય એટલા દાણા ના પૈસા આપે છે છેલ્લા 2 મહિના માં 90 હજાર રૂપિયા ના દાણા ચણ માટે આપ્યા અને દાતા જે પણ પૈસા આપે એ સીધા દુકાન વારા ના ખાતામાં જ નખાવી આપીયે છીએ.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA