હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં, સ્નાતક પ્રવેશની ચોથી તબક્કાની શરૂઆત
પાટણ, 15 જુલાઈ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો તબક્કો 14 જુલાઈથી શરૂ કર્યો છે, જેમાં 21 જુલાઈ સુધી જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની તજવીજ છે. ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં સ્નાતક પ્રવેશની ચોથી તબક્કાની શરૂઆત


પાટણ, 15 જુલાઈ (હિ.સ.) હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો તબક્કો 14 જુલાઈથી શરૂ કર્યો છે, જેમાં 21 જુલાઈ સુધી જીકાસ પોર્ટલ પર ફોર્મ ભરવાની તજવીજ છે. ધોરણ 12ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ, જેમણે હજુ ફોર્મ નથી ભર્યું, તથા કોલેજ બદલવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પણ આ તબક્કામાં અરજી કરી શકે છે.

જીકાસ કો-ઓર્ડિનેટર ડૉ. ધર્મેન્દ્રભાઈ ઠાકર મુજબ, વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા બાદ પોતાના પસંદગીની કોલેજમાં જઈને વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. કોલેજોમાં હેલ્પ સેન્ટર્સ પણ કાર્યરત રાખવામાં આવ્યા છે જેથી વિદ્યાર્થીઓને સહાય મળી શકે.

સ્નાતક સ્તરે કુલ 60 હજાર બેઠકો માટે અત્યાર સુધી 15 રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે અને 44,454 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અનુસ્નાતક સ્તરે 25,000 બેઠકો સામે 10,479 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લા બે વર્ષથી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જીકાસ પોર્ટલ મારફતે ઓનલાઈન પ્રવેશ ફરજિયાત બનાવાયો છે. અત્યાર સુધીમાં કુલ 54,933 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande