ભાવનગર જિલ્લા માં આવેલ વલ્લભીપુર રોડ પર, ઘેલો નદી પર આવેલ બ્રીજનું માર્ગ અને મકાન વિભાગની ટીમનેે સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.
ભાવનગર 15 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના વલ્લભીપુર રોડ પર આવેલ ઘેલો નદી પરના બ્રીજનું સ્થળ નિરીક્ષણ માર્ગ અને મકાન વિભાગની ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ઇજનેરશ્રીઓએ બ્રીજની હાલત અને તેની મજબૂતાઈ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. છ
ભાવનગર જિલ્લા માં આવેલ વલ્લભીપુર રોડ પર ઘેલો નદી પર આવેલ બ્રીજનું માર્ગ અને મકાન વિભાગની ટીમનેે સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.


ભાવનગર 15 જુલાઈ (હિ.સ.)ભાવનગર જિલ્લાના વલ્લભીપુર રોડ પર આવેલ ઘેલો નદી પરના બ્રીજનું સ્થળ નિરીક્ષણ માર્ગ અને મકાન વિભાગની ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન ઇજનેરશ્રીઓએ બ્રીજની હાલત અને તેની મજબૂતાઈ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણીના પ્રવાહને લીધે બ્રીજની ફાઉન્ડેશન તથા સાઈડ વોલમાં નુકસાન થવાના આભાર સામે આવતા સંબંધિત વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે આ નિરીક્ષણ હાથ ધરાયું હતું.

મુખ્ય ઇજનેરશ્રી અને અધિકારીઓએ બ્રીજની બંને સાઇડના પિલર્સ અને બ્રીજ ડેકના દરાર વિસ્તારોનું નિરીક્ષણ કરીને તેનો ટેક્નિકલ અહેવાલ તૈયાર કરવાની સૂચના આપી હતી. સ્થળ પર પાણીની ગતિ અને પ્રવાહનું પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેથી આવતા સમયમાં બ્રીજની રિપેરીંગ કે નવીન નર્માણની જરૂરિયાત હોય તો તે અનુરૂપ કાર્યવાહી કરી શકાય.

બ્રીજ પરથી પસાર થનારા વાહનવ્યવહાર અંગે અધિકારીઓએ જરૂરી સલામતીના પગલાં લેવા સૂચના આપી હતી. આગામી સમયમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રીજની મરામત અથવા પુનર્નિર્માણની કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની શક્યતાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી. લોકોની સુરક્ષા અને યાત્રા સુવિધાને ધ્યાનમાં રાખીને કામગીરી ઝડપી પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek


 rajesh pande