વડોદરામાં ₹40 લાખથી વધુના દારૂ સાથે ટ્રક પકડાઈ
વડોદરા, 15 જુલાઈ (હિ.સ.)- વડોદરામાં કપૂરાઈ ચોકડી નજીક આવેલી શ્રદ્ધા હોટલના પાર્કિંગમાં ટ્રકમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ છૂપાવાયો હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એક ટ્રક મળી આવી જેમાંથી એક શખ્સ – મો
Liquor


વડોદરા, 15 જુલાઈ (હિ.સ.)- વડોદરામાં કપૂરાઈ ચોકડી નજીક આવેલી શ્રદ્ધા હોટલના પાર્કિંગમાં ટ્રકમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ છૂપાવાયો હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન એક ટ્રક મળી આવી જેમાંથી એક શખ્સ – મોહસીનખાન ઇલીયાસખાન પઠાન મેવાતી (રહેવાસી: નુહ, હરીયાણા) હાજર મળ્યો હતો.

પ્રારંભિક પૂછપરછ દરમિયાન શખ્સ ટાળમટોળ કરતા ટ્રકની તપાસ કરવામાં આવી. ટ્રકના અંદરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 8268 બોટલ મળી આવી, જેની અંદાજિત કિંમત રૂપિયા 40.85 લાખ થાય છે. વધુમાં, ટ્રક સહિત કુલ ₹50.90 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

શખ્સની મૌખિક કબૂલાત મુજબ, દારૂ ભરેલો ટ્રક 13 જુલાઈ 2025ના રોજ હરિયાણાના રોહતક નિવાસી વિક્કી નામના શખ્સે રાજસ્થાનના દોસાથી મોકલાવ્યો હતો અને વડોદરા પહોંચી ફોન કરવા સૂચના આપી હતી.

હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે કે દારૂનો જથ્થો ગુજરાતમાં કોને સપ્લાય થવાનો હતો અને આ કારોબારમાં બીજાઓનો સામેલાપણ છે કે કેમ.?

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande