કામરેજના યુવક પાસે, હીરા જોવા માટે મંગાવી 4.50 લાખની છેતરપિંડી
સુરત, 15 જુલાઈ (હિ.સ.)-શહેરના કામરેજ વિસ્તારમાં રહેતા યુવકને ત્રણ ઠગ બાજ ઈસમો ભેટી ગયા હતા. તેની પાસેથી રૂપિયા 4.50 લાખના હીરા ખરીદવાના બહાને જોવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ આ હીરા પોતાની પાસે રાખી ઝડપથી પૈસા ચૂકવી આપવાનો વાયદો આપી ત્યાંથી નીકળી ગયા
diamond


સુરત, 15 જુલાઈ (હિ.સ.)-શહેરના કામરેજ વિસ્તારમાં રહેતા યુવકને ત્રણ ઠગ બાજ ઈસમો ભેટી ગયા હતા. તેની પાસેથી રૂપિયા 4.50 લાખના હીરા ખરીદવાના બહાને જોવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ આ હીરા પોતાની પાસે રાખી ઝડપથી પૈસા ચૂકવી આપવાનો વાયદો આપી ત્યાંથી નીકળી ગયા હતા. જેથી આખરે બાદમાં યુવકને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં તેમણે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે કામરેજના કઠોદરા ખાતે આવેલ શિવ પેલેસમાં રહેતો હેત જયસુખભાઈ માવાણી હીરાની કંપની માં નોકરી કરે છે. આ દરમિયાન તેમના ધ્યાન પર આવ્યું હતું કે લાલાજીભાઈએ લાલાજી જેમ્સના નામે ઇન્ડિયા માર્ટ નામની વેબસાઈટ ઉપર 50 કેરેટના સીવીડી ડાયમંડની રિક્વાયરમેન્ટ મૂકી હતી. જેથી હેત માવાણીએ લાલાજીભાઈ નો સંપર્ક કર્યો હતો અને લાલાજીભાઈએ પ્રતિ કેરેટ રૂપિયા 7500 ના ભાવના હીરાની ડીલ તારીખ 12/7/2025 ના રોજ નક્કી કરી હતી. ત્યારબાદ તારીખ 14/7/2025 ના રોજ લાલાજીભાઈના સાગરીત ભાવેશભાઈ અને એક અજાણ્યો બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં ઘોડદોડ રોડ પર કેમ્પસ મોલમાં આવેલ પુમાના શોરૂમ આગળ મળવા માટે બોલાવ્યો હતો.

જ્યાં ભાવેશ નામના ઇસમે હેત માવાણી પાસેથી રૂપિયા 4.50 લાખના હીરા લઈ ઓફિસમાં બતાવવા જાઉં છું કહીને લઈ ગયો હતો અને 10 થી 15 મિનિટ બાદ પાછો આવી પેમેન્ટ કરી આપવાનો ભરોસો આપ્યો હતો. ત્યારબાદ ભાવેશભાઈ તેમની સાથે એકટીવા બાઈક પર આવેલા અજાણ્યા ઈસમ સાથે હીરા લઈને નીકળી ગયા હતા. જેથી બાદમાં હેત માવાણીને પોતાની સાથે છેતરપિંડી થયો હોવાનો અહેસાસ થતાં તેઓએ તમામ આ મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 4.50 લાખની છેતરપિડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande