કોટડા ગામે શ્વાને બે વર્ષના બાળકને ફાડી ખાતા મોત
પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જિલ્લામા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અવારનવાર લોકોને બચકા ભરવાની ઘટના બને છે. પંરતુ ગઇકાલે મંગળવાર કોટડા ગામે શ્રમિક પરિવારનો બે માસનો બાળકો ચાર જેટલા શ્વાને ફાડી ખાત બાળકનુ સારવાર દરમ્યાન મોત થતાં ભાર
કોટડા ગામે શ્વાને બે વર્ષના બાળકને ફાડી ખાતા મોત.


પોરબંદર, 16 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેર અને જિલ્લામા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. અવારનવાર લોકોને બચકા ભરવાની ઘટના બને છે. પંરતુ ગઇકાલે મંગળવાર કોટડા ગામે શ્રમિક પરિવારનો બે માસનો બાળકો ચાર જેટલા શ્વાને ફાડી ખાત બાળકનુ સારવાર દરમ્યાન મોત થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

પોરબંદર જિલ્લાના કોટડા ગામે મજુરી કામ કરતા મહેશ વાડકીયાનો બે માસનો પુત્ર વિશાલ ઘોડીયામાં સુતો હતો તે દરમ્યાન ચાર જેટલા શ્વાન ચડી આવ્યા હતા અને બાળકને ફાડી ખાધુ હતુ બાળકના માતા-પિતા વાડી કામ કરતા હતા તેમને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતા અને બાળકને બચાવ્યો હતો ત્યાં સુધીમા શ્વાનનને ફાડી ખાધુ હતુ તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નહિં નિવડતા બાળકનુ મોત થતાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી. શ્રમિક પરિવાર આભ તુટી પડયુ હતુ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તા૨મા પણ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. શ્વાને બે માસના બાળકોન ભોગ લેતા ભારે ચર્ચા જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande