પાટણના ફોફળિયા વાડામાં આગની ઘટના, મોટી દુર્ઘટના ટળી
પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : પાટણના ફોફળિયા વાડા, વખતજીની શેરીમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈના ઘરમાં રસોઈ દરમિયાન અચાનક આગ લાગી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘરમાં અફરાતફરી મચાઈ ગઈ. આગની જાણ થતાં કોર્પોરેટર ભ
પાટણના ફોફળિયા વાડામાં આગની ઘટના, મોટી દુર્ઘટના ટળી


પાટણના ફોફળિયા વાડામાં આગની ઘટના, મોટી દુર્ઘટના ટળી


પાટણ, 16 જુલાઈ (હિ.સ.) : પાટણના ફોફળિયા વાડા, વખતજીની શેરીમાં આજે એક દુર્ઘટના સર્જાઈ હતી. પ્રજાપતિ રમીલાબેન રમેશભાઈના ઘરમાં રસોઈ દરમિયાન અચાનક આગ લાગી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ઘરમાં અફરાતફરી મચાઈ ગઈ.

આગની જાણ થતાં કોર્પોરેટર ભરત ભાટિયા અને આસપાસના રહીશો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ તરત જ રવાના થઈ હતી, પરંતુ શેરીના રસ્તા સાંકડા હોવાથી ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી શક્યું નહીં. તેમ છતાં સ્થાનિક રહીશોની ત્વરિત કામગીરી અને સમજદારીના પગલે મોટી દુર્ઘટના ટળી ગઈ.

આ દુર્ઘટનામાં રસોડાનો સમગ્ર સામાન, લાકડાનું મકાન, ફ્રિજ અને ટીવી સહિત બધું બળી ખાખ થઈ ગયું હતું. પ્રાથમિક આંકલન મુજબ અંદાજે 70થી 80 હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande