ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.)
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત ગીર સોમનાથ જિલ્લાની રસ ધરાવતી વિવિધ સંસ્થાઓ માટે જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં પ્રાચીન અને અર્વાચીન ગરબા માટે કલાકારોની વયમર્યાદા ૧૪ થી ૩૫ વર્ષ સુધીની રહેશે. જયારે નવરાત્રી રાસ સ્પર્ધા માટે કલાકારોની વય મર્યાદા ૧૪ થી ૪૦ વર્ષની રહેશે.
પ્રવેશપત્ર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએથી રૂબરૂ મેળવી સુવાચ્ય અક્ષરે ભરીને તેમજ તમામ કલાકારો અને સહાયકોના આધારકાર્ડ/જન્મ તારીખના પુરાવા સાથે બિડાણ કરીને તા.૦૨/૦૮/૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,રૂમ નં ૩૧૩/૩૧૪ બીજો માળ, જિલ્લા સેવા સદન, ઇણાજ તા.વેરાવળ ખાતે પહોચતું કરવાનું રહેશે.
૦૨ ઓગસ્ટ બાદ આવેલી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહી કે સ્પર્ધા માટે માન્ય રાખવામાં આવશે નહી. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ