ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.)
જૂનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેષ જાજડીયા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા તથા વેરાવળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર દ્વારા મળી આવેલા સખત સુચનાના અનુસંધાનમાં ગેરકાયદેસર જુગાર તથા દારૂના અડ્ડાઓ પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
તેના પગલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. હિતેષભાઈ નોંધણભાઈ,પો.હેડ કોન્સ. કુલદિપસિંહ જયસિંહ, કૃષ્ણકુમારસિંહ કરણસિંહ,પો.કોન્સ. પિયુષભાઈ કાનાભાઈ, કરણસિંહ બાબુભાઈ, રાજદિપસિંહ હમીરસિંહ, રાજેશભાઈ જોધાભાઈ, મહેશભાઈ ગીનાભાઈ, કંચનબેન દેવાભાઈ વગેરે
સ્થાનિક પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમીના આધારે સાબરી મસ્જિદ, મકદમ સ્કુલ પાસે, લખાતવાડી – પ્રભાસ પાટણ ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમા રહેઠાણે યોજાયેલા રેઇડ દરમિયાન આરોપી તથા અન્ય ૭ ઇસમો પોકેટ તીનપત્તી રમી રહ્યા હતા અને પોલીસ જોઈને ભાગી ન જ જાય તે માટે રેડ દરમ્યાન સુલેમાનભાઈ નુરભાઈ કાલવાત (ઉ.વ. 60),સરફરાજ સીદિકભાઈ કાલવાણીયા (ઉ.વ. 36),એજાજ કાદરમિયા શેખ (ઉ.વ. 31),યાકુબ હસનભાઇ મોઠીયા (ઉ.વ. 33),યુનુસ આદમભાઇ મહીડા (ઉ.વ. 39),યુસુફ ઉમરભાઇ ભાદરકા (ઉ.વ. 38),ફારૂક સુલેમાનભાઈ કાલવાત (ઉ.વ. 29),અફઝલ અલીમહમદ સુમરા વગેરે જુગારીઓને ટોટલ મુદામાલ:રોકડ રકમ: ₹1,07,200/-મોબાઇલ ફોન (05): અંદાજે ₹30,000/-કુલ કિંમત: ₹1,37,200/- સહિત સ્થળ પરથી ઝડપી જુગાર રમવા માટેની વ્યવસ્થા કરવી અને નફાની લાલચમાં પૈસાની હાર-જીતનું આયોજન કરવું એ સંબંધે કાર્યવાહી કરવામાં આવી.
આગળની તપાસ: પો.હેડ કોન્સ. કે.જે. પરમાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ